Home »Maharashtra »Latest News »Mumbai» Nationalist Vowed The Organization Against Maharashtra BJP In Mumbai

‘ચૂંટણી જોડાણ પ્રવર્તમાન રાજકીય સ્થિતિ મુજબ જ કરાય’: કોંગ્રેસ

Bhaskar News, Mumbai | Apr 13, 2017, 04:01 AM IST

  • ‘ચૂંટણી જોડાણ પ્રવર્તમાન રાજકીય સ્થિતિ મુજબ જ કરાય’: કોંગ્રેસ,  mumbai news in gujarati
મુંબઈ:દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિરુદ્ધ બધા જ બિન- ભાજપી પક્ષોનું મોટું ગઠબંધ બનાવવાની એનસીપીની હિમાયતને તેના સાથી પક્ષ કોંગ્રેસે હલકામાં લીધી છે. રાજ્યના બધા વિરોધી પક્ષો હાલમાં એકત્ર આવ્યા તેનું કારણ ખેડૂતોને લોનમાફી અપાવવાનું હતું. તે ચૂંટણીના ગઠબંધનનો હિસ્સો નથી. હાલમાં લોનમાફી માટે સરકાર પર દબાણ લાવવા માટે બધા વિરોધી પક્ષોએ એકત્ર આવીને સંઘર્ષ યાત્રા કાઢી હતી.

હવે મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ મહાસંગઠનની રાષ્ટ્રવાદીની હાકલ

વિરોધી પક્ષોની આ એકતા કૃષિ કટોકટીને ધ્યાનમાં લેતાં ખેડૂતોને લોનમાફી અપાવવા માટે સંદર્ષ કરવા હતી. બાકી ચૂંટણીનું ગઠબંધન પર નિર્ણય જરૂર ઊભી થાય ત્યારે અને પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અનુસાર લઈ શકાય, એમ કોંગ્રેસના પ્રવક્તા રત્નાકર મહાજને જણાવ્યું હતું. બંને કોંગ્રેસે આ વર્ષે મુંબઈ મહાપાલિકાની ચૂંટણીઓ સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માટે પણ જોડાણ કર્યું હતું.  જોકે 19 એપ્રિલે ચંદ્રપુર, પરભણી અને લાતુરમાં સ્થાનિક ચૂંટણીઓ તેઓ હવે સ્વબળે લડી રહ્યા છે. એનસીપીની રાષ્ટ્રીય કારોબારીએ હાલમાં બિન ભાજપી પક્ષોનું મોટું ગઠબંધન બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. હા, અમે આવો ઠરાવ પસાર કર્યો છે. જો સંઘર્ષ યાત્રા નિમિત્તે બધા બિન ભાજપી પક્ષો એકત્ર આવ્યા તો તે સારી  વાત છે, એમ એનસીપીન પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું હતું.

હાલના બજેટ સત્રનો વિરોધી પક્ષોએ કરેલો બહિષ્કાર ન્યાયી ઠરાવતાં મહાજને જણાવ્યું હતું ફડણવીસે  છેલ્લાં થોડાં વર્ષોમાં નૈસર્ગિક આપત્તિઓને લીધે ખેડૂતો દ્વારા સામનો કરાતી કઠિણાઈઓ છતાં લોનમાફીનો મુદ્દો બાજુ પર મૂકી દીધો હતો. શાસકો જ આ અવરોધ માટે જવાબદાર છે. વિધાનસભામાં વિરોધી પક્ષો સાથે શિવસેના પણ ટૂંક સમય માટે જોડાઈ હતીસ, જેને લીધે સરકારે 19 વિધાનસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. વિરોધીઓએ સરકારને ખુલ્લી પાડવા માટે જનતા પાસે જવું જોઈએ.

વિધાન પરિષદના વિરોધી પક્ષના સભ્યોએ કામકાજના ભાગ લીધો હતો. અમારા સભ્યો ફક્ત વિધાનસભાના કામકાજથી જ દૂ રરહ્યા હતા, એમ મહાજને જણાવ્યું હતું. મલિકે જણાવ્યું હતું કે હવે સંઘર્ષ યાત્રાના બીજા ભાગમાં અમે ઉત્તર મહારાષ્ટ્રને આવરી લઈશું. અમે છેલ્લાં બે વર્ષથી આ માગણી કરી રહ્યા છીએ. હવે જનતા સામે આ માગણી આલેખિત કરીશું. છેલ્લાં બે વર્ષમાં 9000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, એમ મલિકે જણાવ્યું હતું.
પ્રથમ તબક્કાની સંઘર્ષ યાત્રામાં અમને સારો પ્રતિસાદ મળ્યો છે.

બીજો તબક્કો 15 એપ્રિલથી શરૂ થશે. મુખ્ય મંત્રીનું જણાવવું છે કે લોનમાફી એકમાત્ર ઉકેલ નથી. કૃષિમાં રોકાણને અગ્રતા આપવાની છે. આ વિશે મહાજને જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રમાં તત્કાલીન કોંગ્રેસ સરકારે કૃષિમાં રોકાણ કર્યું હતું. જોકે હવે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાની જરૂર છે. રાજ્યમા ખેડૂતો દુકાળ, કમોસમી વરસાદ અને તેમનાં ઉત્પાદનો માટે સારા બજાર ભાવ ન મળતા હોવાથી પરેશાન છે, એમ તેમણે ઉમેર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nationalist Vowed The Organization Against Maharashtra BJP in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended