Home »Maharashtra »Latest News »Mumbai» Nasa Important Event In Mumbai Six Students Rover

મુંબઈ: નાસાની મહત્ત્વપૂર્ણ સ્પર્ધામાં મુંબઈના છ વિદ્યાર્થીઓનું રોવર

Bhaskar News, Mumbai | Apr 01, 2017, 04:50 AM IST

  • મુંબઈ: નાસાની મહત્ત્વપૂર્ણ સ્પર્ધામાં મુંબઈના છ વિદ્યાર્થીઓનું રોવર,  mumbai news in gujarati
મુંબઈ:અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ચંદ્ર, મંગળ બાબતે કાયમ સંશોધન ચાલુ હોય છે. ત્યાંના ખાબડખુબડ પૃષ્ઠભાગ પર કામ કરી શકે એવું રોવર મુંબઈના છ વિદ્યાર્થીઓએ સાકાર કર્યું હોઈ નાસા તરફથી લેવામાં આવતી એક મહત્ત્વની સ્પર્ધામાં તે ઊતર્યું છે.

પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર અને મંગળગ્રહ વિશે આપણને કાયમ સૌથી વધુ ઉત્સુકતા હોય છે. તેની પર સતત કાંઈક ને કાંઈક સંશોધન ચાલતું હોય છે. મંગળ જેવા ગ્રહ પર માનવી વસતિ બનાવી શકાય તેની પર પરીક્ષણ સતત ચાલુ હોય છે. આ માટે મંગળના ભૂભાગનો અભ્યાસ ચાલી રહ્યો છે. મંગળ પર અંતરાળવીર ઊતર્યા છતાં તેના ખાબડખુબડ, ઊંચાનીચા ભૂભાગ પર પ્રવાસ કરી શકે એવું રોવર મુંબઈના છ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે. નાસા તરફથી દર વર્ષે લેવાતી એચઈઆરસી (હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ) નામે મહત્ત્વપૂર્ણ સ્પર્ધામાં આ રોવર ઉતારવામાં આવ્યું છે.

અમેરિકાના અલાબામા ખાતે 1 એપ્રિલ સુધી ચાલનારી આ સ્પર્ધામાં દુનિયાભરના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વખતે 99 ટીમોએ ભાગ લીધો હોઈ ભારત તરફથી મુંબઈના આ છ વિદ્યાર્થીઓ રોવર સાથે ઊતર્યા છે. આ રોવરના પ્રયોગ બતાવવા માટે અલાબામા ખાતે ચંદ્ર અને મંગળનો કૃત્રિમ ભૂભાગ બનાવવામાં આવ્યો છે.વિલે પાર્લેની મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આ રોવર સાકાર કર્યું છે. તેમણે 2 મહિનામાં સંશોધન અને અભ્યાસ કરીને આ રોવર બનાવ્યું છે. અન્યુન શર્મા, બિરસા ઘોડસરા, ચિરાગ કુલકર્ણી, દિશિત કલસારિયા, સાર્થક અગ્રવાલ અને ટીમલીડર તીર્થ શાહની આ ટીમ છે. 

રોવરની વિશિષ્ટતા 

આ રોવરની વિશિષ્ટતા એ છે કે એકસાથે બે અંતરાળવીર તેમાં બેસી શકે છે. મંગળ અને ચંગ્ર પર અચાનક વાતાવરણમાં ફેરફાર થાય છે. તેમાં પણ રોવર પ્રભાવશાળી રીતે કામ કરી શકશે. આ રોવરમાં 9 એક્સિસ એક્સિલરોમીટર, ગાઈરોમીટર, પ્રોક્સિમિટી સેન્સર, તાપમાન અને પ્રેશર સેન્સર ગોઠવવામાં આવ્યાં છે. અંતરાળવીરોની તબિયતનું ધ્યાન રાખવા માટે હાર્ટ- મોનિટરની પણ સુવિધા છે.એમ આકારનાં પૈડાં આ રોવરની વધુ એક વિશિષ્ટતા છે. આ પૈડાં થ્રીડી પ્રિન્ટિંગની મદદથી તૈયાર કરાયાં છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nasa Important Event in Mumbai Six Students Rover
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended