Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Report About Child Trafficking

શિશુઓની તસ્કરી વધતા દેશમાં દત્તક લેવાનું પ્રમાણ ઘટ્યું

Bhaskar News, Mumbai | Jan 03, 2017, 04:03 AM IST

  • શિશુઓની તસ્કરી વધતા દેશમાં દત્તક લેવાનું પ્રમાણ ઘટ્યું,  mumbai news in gujarati
મુંબઈઃ દેશમાં શિશુઓની તસ્કરી વધવાથી દત્તક લેવાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે, જેને લીધે શિશુઓ વેચવાનો કારોબાર વધી રહ્યો છે, કારણ કે વધુમાં વધુ દંપતીઓ શિશુ દત્તક લેવાની પ્રતિક્ષામાં છે, એમ થોમસન રોયટર્સ ફાઉન્ડેશને સરકારી અધિકારીઓની ટાંકતાં અહેવાલમાં જણાવ્યું છે.

સરકારી આંકડા બતાવે છે કે ભારતમાં હાલ 1700 શિશુઓ દત્તક લેવા માટે ઉપલબ્ધ છે, જ્યારે લગભગ 12,400 પરિવાર શિશુ દત્તક લેવા માગે છે. 2015-16માં લગભગ 3010 શિશુઓને દત્તક લેવાયા હતા.
દત્તક લેવાની પ્રક્રિયાના પ્રભારી સરકારી અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દત્તક લેવા વધતો લાંબો ઈંતેજારનો સીધો સંબંધ માનવ તસ્કરીની ઘટનાઓ વધવા સાથે છે. છેલ્લા બે મહિનામાં ભારતમાં શિશુઓ વેચવાના બે રેકેડનો પર્દાફાશ થયો હતો. દેશમાં દત્તક લેવાની પ્રક્રિયાની નિગરાણી અને નિયમન કરતી મુખ્ય સંસ્થા કેન્દ્રીય દત્તક ગ્રહણ સંસાધન પ્રાધિકરણ (કારા)ના પ્રમુખ દીપક કુમારે કહ્યું કે શિશુઓની તસ્કરી જેવા રેકેટ વધુ ચલાવાઈ રહ્યા છે.

અમને આશા છે કે દેશમાં ઉપલબ્ધ બાળકોને દત્તક લેવાની તુલનામાં દત્તક લેવાની પ્રતિક્ષા કરતાં માતા- પિતાની સંખ્યા વધુ હોવી જોઈએ, પરંતુ આ ક્ષેત્રમાં અનેક દલાલ અને એજન્સીઓ પણ સક્રિય છે, જે નિ:સંતાન દંપતીઓને શિશુઓ વેચે છે. કાયદા હેઠળ માતા- પિતા દ્વારા તરછોડાયેલા અથવા પોલીસ દ્વારા કબજામાં લેવાયેલા શિશુઓને અનેક વૈધાનિક પ્રક્રિયાઓ પછી કાયદેસર દત્તક લેવા યોગ્ય જાહેર કરાય છે.

આ દરમિયાન માતા- પિતાને પોતાના નિર્ણય પર પુન:વિચાર કરવા માટે 60 દિવસનો સમય પણ આપવામાં આવે છે. પારદર્શકતાની ખાતરી રાખવા માટે ગયા વર્ષ દેશમાં દત્તક લેવાની પ્રક્રિયાને ઓનલાઈન કરવામાં આવી છે અને એક વેબસાઈટ પર રાહ જોતા પરિવારોની યાદી અને   દત્તક લેવામાં આવતા શિશુઓની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે સામાન્ય રીતે સરકારી વિભાગને બાળકો સોંપવા પૂર્વે આ તસ્કર માતા- પિતાઓ અને મોટે ભાગે અવિવાહિત માતાઓ આ બાળકોને લેવાની કોશિશ કરે છે.

મુંબઈ પોલીસની કાર્યવાહી

ગયા સપ્તાહમાં મુંબઈમાં પોલીસે સમાજમાં બદનામી અને બહિષ્કારથી બચવા માટે એકલી માતાઓને તેમના શિશુઓને વેચવા માટે ફોસલાવવી અને તેને દેશનાં અલગ અલગ રાજ્યોમાં રહેતા નિ:સંતાન દંપતીઓને વેચવાના આરોપમાં એક ટોળકીની ધરપકડ કરી હતી. પશ્ચિમ બંગાળમાં પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ક્લિનિકમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓના શિશુઓને ચોરવામાં આવી રહ્યા હતા અને ક્લિનિકના કર્મચારીઓ પ્રસૂતાને એવું કહેતા કે તેમને મૃત નવજાત પેદા થયું હતું. અનેક માતાઓને તો મૃત શિશુઓના શબ પણ સોંપવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે દત્તક લેનારી પ્રતિક્ષા યાદીની નિગરાણી તસ્કરોની ઓળખ કરવા અને તેમને શોધવાની એક રીત છે, પરંતુ તસ્કર તેનાથી બચવાની પ્રક્રિયા પણ જાણે છે. નિષ્ણાતો શું કહે છે

હાલમાં જ મહારાષ્ટ્રમાં બે એજન્સીઓને બે લાખથી  લાખમાં શિશુઓ વેચવાના આરોપમાં જેલમાં ધકેલી દેવાઈ હતી. દત્તક લેવાની પ્રક્રિયાના જાણકારોનું સૂચન છે કે દેશમાં એવાં ક્ષેત્રોની ઓળખ કરવી જોઈએ જ્યાં આ સમસ્યા છે. ફેડરેશન ઓફ એડોપ્ટિવ એજન્સીઝનાં અધ્યક્ષ સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે જો દેશનાં અમુક રાજ્યોમાં ઓછી સંખ્યામાં દત્તક લેવાના કિસ્સાનું વિશ્લેષણ કરવામાં આવે તો આ સમસ્યાને ઓછી કરવામાં મદદ થઈ શકે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mumbai report about child trafficking
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext