Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Municipality Put The 313 Pumps For The Not Logging In Rainy Season

મુંબઈ: ચોમાસામાં પાણી ન ભરાય એ માટે પાલિકા 313 પંપ લગાવશે

Bhaskar News, Mumbai | May 13, 2017, 04:38 AM IST

  • મુંબઈ: ચોમાસામાં પાણી ન ભરાય એ માટે પાલિકા 313 પંપ લગાવશે,  mumbai news in gujarati
મુંબઈ:ચોમાસામાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાથીતળાવ જેવી સ્થિતિ નિર્માણ થાય છે. પરિણામે ટ્રાફિક જામ થવાથી મુંબઈગરાઓએ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મહત્ત્વનું એટલે ભરાયેલા પાણીનો નિકાલ પણ થતો નથી અને ઠેકઠેકાણે લગાડવામાં આવેલા પાણી ઉલેચવાના પંપ કામ કરતા નથી. પણ આ વર્ષે ચોમાસામાં મુંબઈમાં પુર જેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય અને સ્થિતિ સુધરે એ માટે મુંબઈ મહાપાલિકાએ 313 ઠેકાણે પાણી ઉલેચવાના પંપ લગાડવાનો નિર્ણય લીધો છે. 

- ભાયખલા, દાદર, હિંદમાતા સહિત પશ્ચિમના ઉપનગરોમાં વ્યવસ્થા કરાશે

મુંબઈ શહેરમાં ભાયખલા, ચિચપોકલી, વરલી, દાદર, હિંદમાતા, માટુંગા ગાંધી મારકેટ સહિત ડોકટર બાબાસાહેબ આંબેડકર માર્ગ પર નીચાણવાળા પરિસર, મુંબઈ અને થાણે શહેરને જોડતા એલ.બી.એસ. રોડ પર કુર્લા ડેપો, કમાની સિગ્નલ ઉપરાંત વિદ્યાવિહાર બસ ડેપો પરિસર, પશ્ચિમ ઉપનગરમાં મિલન સબવે, અંધેરી પૂર્વના મરોલ પરિસર સહિત પશ્ચિમના ઉપનગરોમાં નીચાણવાળા પરિસરમાં પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને આ પરિસ્થિતિમાં નાનામોટા નાળા સાફ થતા ન હોવાથી અહીં પુર જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. હિંદમાતા અને ગાંધી મારકેટ ખાતે પાણી ભરાઈ જવાથી ચોમાસામાં આ રોડ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય છે.

એલ.બી.એસ. રોડ પર કુર્લા ડેપો અને કમાની સિગ્નલ ખાતે પાણી ભરાઈ જવાથી ટ્રાફિક ધીમો પડે છે. પશ્ચિમના ઉપનગર સાંતાક્રુઝ ખાતે મિલન સબવેમાં ભરાયેલા પાણીને કારણે ટ્રાફિક ખોરવાય છે. દર વર્ષે આ ઠેકાણે પાણી ભરાઈ જાય છે. જો કે આ વર્ષે ચોમાસામાં મુંબઈગરાઓએ ટ્રાફિક જામ અને પુર જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે એ માટે મુંબઈ મહાપાલિકાએ તકેદારી લીધી છે. એના જ એક ભાગ રૂપે ઠેકઠેકાણે શરૂ કરવામાં આવેલ નાળાસફાઈનું કામ ઝડપથી થઈ રહ્યું હોવાનો દાવો મુંબઈ મહાપાલિકાએ કર્યો છે. 

સહાયક આયુક્તે ચકાસણી કરવી

મહાપાલિકા તરફથી આ વર્ષે 313 ઠેકાણે પાણી ઉલેચવાના પંપ લગાડવામાં આવશે. આ બાબતે ગયા વર્ષે નિશ્ચિત કરવામાં આવેલી કાર્યપદ્ધતિ અનુસાર તમામ સંબંધિત સહાયક આયુક્તોએ ધ્યાન આપતા આ પંપોની ચકાસણી કરવી એવો આદેશ આપવામાં આવ્યો છે. 

નાળાસફાઈ સમયસર પૂરી થશે

ચોમાસા પહેલાં નાળાસફાઈના કામ ઝડપથી થઈ રહ્યા હોઈ ગયા વર્ષની સરખામણીએ નાળાસફાઈના કામ વધુ ઝડપથી થયા હોઈ પૂરા થયેલ કામનું પ્રમાણ 35.64 ટકા છે. દરમિયાન ગયા વર્ષે એપ્રિલના અંત સુધી નાળાસફાઈનું કામ 7.59 ટકા થયું હતું. આ વર્ષે નાળાસફાઈના કામ નિયત સમયપત્રક અનુસાર ચોમાસા પહેલાં પૂરા થશે એવો દાવો મહાપાલિકાએ કર્યો છે.

નાળાસફાઈનું કામ

મોટા નાળાઓની સફાઈ દ્વારા 1 લાખ 73 હજાર 772 મેટ્રિક ટન કાદવ ચોમાસા પહેલાં કાઢવામાં આવે એ અપેક્ષિત છે. ગયા વર્ષે ચોમાસા પહેલાં કુલ 1 લાખ 72 હજાર 980 મેટ્રીક ટન કાદવ કાઢીને અને વહાવીને નિકાલ કરવાનો હતો. નાના નાળા અને રસ્તા નજીકની પાઈપલાઈનોના સફાઈના કામ વોર્ડ સ્તરે કરવામાં આવતા હોઈ એ સ્વયંસેવી સંસ્થાઓની મદદથી કરવામાં આવી રહ્યા છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai Municipality Put The 313 Pumps For The Not Logging In Rainy Season
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended