Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Mayor And Next Chief Minister Will Be From Shiv Sena Said Uddhav Thackeray

મુંબઈમાં મેયર તો શિવસેનાનો જ : શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે

Bhaskar News, Mumbai | Feb 26, 2017, 02:05 AM IST

મુંબઈ:શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં નવા ચૂંટાયેલા નગરસેવકો અને પક્ષના અન્ય નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂરી થયા બાદ મુંબઈમાં મેયર તો શિવસેનાનો જ થશે એમ સ્પષ્ટ કર્યું હતું. એ સાથે જ પ્રલોભન, લાલચમાં પડતા નહીં એવી સલાહ તેમણે નવા ચૂંટાયેલા નગરસેવકોને આપી હતી. મતદાર યાદીમાં ગોટાળો ન હોત તો ચિત્ર જુદુ હોત એ બાબતનો પુનરુચ્ચાર તેમણે કર્યો હતો. બીજી તરફ મુંબઈ મહાપાલિકામાં સત્તા સ્થાપવા ભાજપ કે  અન્ય કોઈ પક્ષ સાથે યુતિ કરવા બાબતે ઉદ્ધવે ફોડ પાડ્યો નહોતો. ઉદ્ધવ ઠાકરેથી પહેલાં શિવસેનાના નેતા સંજય રાઉતે પણ પ્રસારમાધ્યમો સાથે બોલતા મેયર અમારો જ થશે એમ જણાવ્યું હતું. એ સમયે રાઉતે કોંગ્રેસને યુતિ માટે કોઈ પ્રસ્તાવ મોકલ્યો ન હોવાનું જણાવતા આ માહિતી ખોટી છે એમ સ્પષ્ટ કર્યું હતું.  
 
મુંબઈ મહાપાલિકામાં સત્તા સ્થાપવા શિવસેના અને ભાજપ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા ચાલુ છે. બંને પક્ષ મહાપાલિકામાં પોતાનો આંકડો વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ શિવસેના સાથે યુતિ કરવા બાબતે પોતે પહેલ નહીં કરે એવી ભૂમિકા ભાજપે લીધી છે. દરમિયાન મહાપાલિકા ચૂંટણી પહેલાં ભાજપની દરરોજ ટીકા કરનાર શિવસેનાએ હવે ચૂંટણીના પરિણામો પછી પણ ભાજપને ટોણા મારવાનું ચાલુ રાખ્યું છે. ભાજપની સફળતાનો ફૂગ્ગો જેટલો ફૂલાવવામાં આવે છે એટલી હવા એમાં છે કે એવો સવાલ કરતા શિવસેનાએ પોતાના મુખપત્ર દ્વારા ભાજપની નિષ્ફળતા અને પોતાની સફળતા દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો.
 
ભાજપની ટકાવારી વધી એ સાચુ હોય છતાં ફટકા પણ ઘણા પડ્યા છે. કેન્દ્ર અને રાજ્યમાં સત્તાનું માટલુ તેમની પાસે હોવાથી આ આંકડે પહોંચ્યા છે એવી ટિપ્પીણી સામનાના અગ્રલેખમાં કરવામાં આવી હતી. રાજ્યની નગરપાલિકાઓ, મહાપાલિકાઓ અને જિલ્લા પરિષદો-પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે મેળવેલ કુલ સીટોનો આંકડો સૌથી વધારે છે એ ન માનવાનું કોઈ કારણ નથી. પણ જીત એ જીત છે એમ માન્ય કરીએ તો પણ એ કેવી રીતે મળી, એમાં પોતાનો ફાળો કેટલો અને મિશ્રણ કરવામાં આવેલા ફાળો કેટલો એના પરથી એ જીતનો રંગ કયો એ જનતા નક્કી કરે છે.
 
જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓની ચૂંટણીમાં પ્રસ્થાપિતોને ફટકો પડ્યો. ભાજપની સંખ્યામાં વધારો થયો એ પણ સાચુ. પણ આ ચૂંટણીમાં બીજા ક્રમે શિવસેના છે એ પણ ધ્યાનમાં રાખવું એમ અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું. વિદર્ભમાં ચાર ઠેકાણે ભાજપને સફળતા મળી તો યવતમાળમાં શિવસેના સૌથી મોટો પક્ષ બન્યો અને અમરાવતીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો. સાંગલી જિલ્લા પરિષદમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને ફટકો આપીને ભાજપે સૌથી વધુ સીટ જીતી. ઉપરાંત પશ્ચિમ મહારાષ્ટ્રની અન્ય જિલ્લા પરિષદો અને પંચાયતોની સમિતિઓમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે એમ અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai mayor and next chief minister will be from Shiv Sena said Uddhav Thackeray
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended