Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Have New Campaign About The Makes In India

મેક ઈન ઈન્ડિયા બાદ હવે ડિઝાઈન ઈન ઈન્ડિયા અભિયાન

Bhsakar News, Mumbai | Jan 11, 2017, 03:54 AM IST

  • મેક ઈન ઈન્ડિયા બાદ હવે ડિઝાઈન ઈન ઈન્ડિયા અભિયાન,  mumbai news in gujarati
મુંબઈ: મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમનો વિસ્તાર કરતાં હવે ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી ડિઝાઈન ઈન ઈન્ડિયા પોલિસીની જાહેરાત રક્ષા મંત્રી મનોહર પર્રિકરે આજે મુંબઈમાં કરી હી. ડિઝાઈન ઈન ઈન્ડિયા પોલિસીનું લક્ષ્ય ભારતીય ઉત્પાદકો અને વેપાર સાહસિકોની ડિઝાઈનિંગ ક્ષમતાને નિર્માણ, બહેતર અને નવી ઊંચાઈ આપવાનું છે, જેથી તેઓ વિશ્વ કક્ષાની પ્રોડક્ટો ડિઝાઈન કરી શકશે, જે વૈશ્વિક સમોવડિયા સાથે સ્પર્ધા કરવા સાથે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમનો પણ તેમને લાભ મળશે.
 
આજે મુંબઈમાં ગોરેગાવ એક્ઝિબિશન સેન્ટરમાં રેઈનફોર્સડ પ્લાસ્ટિક્સ 2017 (આઈસીઈઆરપી 2017) પર ત્રણ દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ અને પ્રદર્શનનું ઉદઘાટન કર્યા પછી તેઓ બોલતા હતા. આ પરિષદનું આયોજન ઈન્ડિયન રેઈનફોર્સડ પ્લાસ્ટિક્સ કે કમ્પોઝિટ્સ ક્ષેત્રનું સંગઠન એફઆરપી દ્વારા કરાયું છે. ભારતીય કમ્પોઝિટ્સ ઉદ્યોગની સંરક્ષણ ઉપકરણો, કમ્પોનન્ટ્સ અને એન્સિલરી મટીરિયલ મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ કમ્પોઝિટ પ્રોડક્ટોના ભારતીય ઉત્પાદકો પાસેથી ઘરઆંગણે સ્રોત કરવા અને તેમને ટેકો આપવા માટેની લાંબી સ્થાયી માગણી પર બોલતાં પર્રિકરે ખાતરી આપી હતી કે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી (ડીપીપી)માં ટૂંક સમયમાં જ ઘરઆંગણે વિકસિત કમ્પોઝિટ પ્રોડક્ટો ઉમેરવામાં આવશે. ટૂંક સમયમાં ડીપીપીમાં સુધારો યકરશે અને જરૂરી પ્રક્રિયાઓના સ્પષ્ટીકરણ સાથે તેની અમલબજાવણી કરાશે.

અમારી ડિઝાઈન ઈન ઈન્ડિયા પોલિસી વિશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉદ્યોગનો પ્રશ્ન છે ત્યાં સુધી મટીરિયલ, ઉપકરણો ઘરઆંગણેથી સ્રોત કરવાની ભરપૂર સંભાવના છે, પરંતુ ડિઝાઈનિંગમાં ગુણવત્તાયુક્ત ધોરણો અને નાવીન્યતા મહત્ત્વપૂર્ણ છે. ભારતીય કમ્પોઝિટ્સ ઉદ્યોગ દેખીતીરીતે જ ગુણવત્તા અને ડિઝાઈનિંગની દષ્ટિએ વૈશ્વિક ધોરણોની પ્રોડક્ટો તેઓ પૂરી પાડે તો સંરક્ષણ ક્ષેત્રને પુરવઠો બહેતર બની શકે છે. રૂ. 5000 કરોડથી  વધુના કમ્પોઝિટ્સ ઉદ્યોગ સરકારનો ટેકો મેળવવા હકદાર બને છે અને ભારતીય સંરક્ષણ ક્ષેત્રને રશિયા અને ચીન તરફથી કમ્પોઝિટ્સ કાચો માલ આવતો હોવાથી ભારતીય કમ્પોઝિટ્સ ઉદ્યોગ આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વળી, ભારતીય ઉદ્યોગ ફક્ત છ ટકા સીએજીઆરે વૃદ્ધિ પામ્યો છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 12 ટકાની છે, જેથી સરકારનો ટેકો જરૂરી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

એફઆરપીના ચેરમેન પ્રદીપ ઠક્કરે સંરક્ષણ ક્ષેત્રની આવશ્યકતાના 100 ટકા પુરવઠો કરવાની ભારતીય કમ્પોઝિટસ ઉદ્યોગની તૈયારી છે એવી ખાતરી આપી હતી. સ્ટીલ અને એલ્યુમિનિયમ માટે નવીન વિકલ્પ તરીકે કમ્પોઝિટ મટીરિયલ્સ ઊભરી રહ્યા છે અને તેથી સંરક્ષણ ઉપકરણ ઉત્પાદનમાં તેનો વધુ ઉપયોગ થઈ શકે છે. એફઆરપીના સભ્ય શેખર સરદેસાઈ, ચેરમેન પ્રો. એસ. સી. લક્કડર માજી ચેરમેન ડો. સેલ્વને પણ આ સમયે સંબોધન કર્યું હતું.

 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai have new campaign about the makes in india
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended