Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Have Effect About The Notes Ban

મુંબઈ અને પુણેમાં 70 ટકા ધંધા પીટાઈ ગયા

Bhaskar News, Mumbai | Jan 11, 2017, 03:55 AM IST

  • મુંબઈ અને પુણેમાં 70 ટકા ધંધા પીટાઈ ગયા,  mumbai news in gujarati
મુંબઈ: નોટબંધીથી દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ઉત્પાદન કેન્દ્ર પુણેમાં 70 ટકા ધંધાને ફટકો પડ્યો છે એવું એક અહેવાલમાં તારણ નીકળ્યું છે. નોટબંધીથી બાંધકામ અને અવિધિસર રસ્તા પરના વેન્ડરોને સૌથી વધુ ફટકો પડ્યો છે, એમ એસબીઆઈ રિસર્ચનો રિપોર્ટ કહે છે એવું પીટીઆઈએ જણાવ્યું છે.
 
નોટબંધીથી રોજબરોજના વેપારધંધને કેવી અસર થઈ છે અને આ પગલાંથી પેમેન્ટ્સના ડિજિટલ માધ્યમને ઉત્તેજન મળ્યું  છે કે નહીં તે જાણવા માટે વિધિસર અને અવિધિસર અલગ અલગ ધંધાદારી સમૂહો પર મુંબઈ અને પુણેમાં આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી વચ્ચે તે હાથ ધરાયું હતું.

સર્વેક્ષણમાં 69 ટકાએ ધંધાને અસર થઈ હોવાનું કબૂલ્યું છે. જોકે 63 ટકાએ નોટબંધીના પગલાને ટેકો આપ્યો છે. કુલ 175 જણનો પ્રતિસાદ લેવાયો હતો, જેમાંથી 40 ટકા મુંબઈનાં અવ્વલ વેપારી સ્થળના હતા, જ્યારે બાકી 60 ટકા પુણે અને આસપાસના વિસ્તારના હતા. ઓછા મૂલ્યની નોટોની ખેંચને લીધે વધુ લમણાઝીંક થઈ હોવાનું પણ આ લોકોએ કહ્યું હતું. કેમિસ્ટની દુકાનો અને ઓટોમોબાઈલ સ્ટોર્સમાં પેમેન્ટ્સના ડિજિટલ માધ્યમને અપનાવવામાં આવે છે, પરંતુ તેનાથી તેમના વેચાણમાં આંશિક ફરક પડ્યો છે.

બાંધકામ ક્ષેત્રના 55 ટકા અને રસ્તા પરના અવિધિસર વેન્ડરોના 71 ટકાએ કહ્યું કે તેમનો ધંધો લગભગ 50 ટકા બેસી ગયો છે. ટેક્સટાઈલ ક્ષેત્રમાં રિટેઈલ ક્ષેત્ર સાથે લેણદેણ કરતા દુકાનદારોએ હોલસેલવાળા કરતાં વધુ અસર થઈ હોવાનું જણાવ્યું છે. લગ્નસરામાં વેચાણ નોંધનીય રીતે ઓછું થયું છે. જેમ્સ અને જ્વેલરી ક્ષઘેત્રને સૌથી વધુ ફટકો પડ્યો છે. ડિજિટલ પેમેન્ટની વાત કરીએ તો આશરે 41 ટકા વિક્રેતાઓ તો પહેલેથી જ પીઓએસી મશીન વાપરતા હતા, પરંતુ નોટબંધી પછી તેનો ઉપયોગ વધ્યો છે. લગભગ 15 ટકા વેપારીઓએ એમ- વોલેટ્સ અને પીઓએસ જેવા ઈલેક્ટ્રોનિક પેમેન્ટસ અપનાવ્યા છે.

છેલ્લા 2 મહિનામાં લગભગ રૂ. 25,000 કરોડની રોકડ આધારિત લેણદેણ ડિજિટલ બની છે. હજુ લોકોમાં ડિજિટલની વધુ ફાવટ આવી નથી અને ઘણા બધા વેપારીઓ નાની રકમ માટે રોકડ જ પસંદ કરતા હોવાથી જો તેઓ પણ ડિજિટલ બને તો આ આંકડો બહુ ઉચ્ચ આવી શકે છે. ઘણા બધા વેપારીઓ તો પીઓએસ મશીનની કનેક્ટિવિટીની સમસ્યાનો પણ સામનો કરે છે. જોકે આમ છતાં તેઓ આ સારી શરૂઆત હોવાનું માને છે. હજુ પણ કેશલેસ પેમેન્ટ સિસ્ટમ્સ સામે વિરોધ છે, પરંતુ મોટા ભાગના લોકો શક્ય તેટલું ઝડપથી ડિજિટલ અપનાવી રહ્યા છે, એવું એસબીઆઈનો રિપોર્ટ કહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai have effect about the notes ban
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended