Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Have Cyber Cell Developments

સાયબર લેબને ટૂંકમાં પોલીસ થાણાનો દરજ્જો

Bhaskar News, Mumbai | Jan 02, 2017, 04:21 AM IST

  • સાયબર લેબને ટૂંકમાં પોલીસ થાણાનો દરજ્જો,  mumbai news in gujarati
સાયબર લેબને ટૂંકમાં પોલીસ થાણાનો દરજ્જો
 
મુંબઈ: રાજ્યમાં સર્વે સાયબર લેબને ટૂંક સમયમાં પોલીસ થાણાનો દરજ્જો આપવામાં આવશે. સાયબર ગુનાનું વધી રહેલું પ્રમાણ ધ્યાનમાં લઈને સાયબર લેબ્સના અધિકાર વધારવાનો વિચાર પણ ગૃહ ખાતું ગંભીરતાથી કરી રહ્યું છે. એડિશનલ મુખ્ય સચિવ (ગૃહ) કે.પી. બક્ષીએ ગઈકાલે થાણે પોલીસ કમિશનર કાર્યાલયના એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી.

સાયબર ગુનાનું વધી રહેલું પ્રમાણ રાજ્ય માટે ચિંતાનું કારણ છે. આ તાંત્રિક ગુનાઓ સક્ષમ રીતે હાથ ધરવામાં આવવા જોઈએ તે માટે રાજ્યભરમાં 43 સાયબર લેબ્સ ઉભી કરવામાં આવી છે. તાંત્રિક ગુનાઓની તપાસમાં આ લેબ્સ પોલીસને મદદ કરે છે. જોકે પૂરતાં અધિકાર ન હોવાથી આ સાયબર લેબ્સની ક્ષમતાનો પ્રભાવી ઉપયોગ થતો નથી. તેની ઉપર ઉપાય તરીકે સર્વે સાયબર લેબ્સને સીધો પોલીસ થાણાનો દરજ્જો આપવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ ઉપર ગૃહ ખાતું ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ટુંક સમયમાં આ પ્રસ્તાવની પ્રત્યક્ષ અમલબજાવણી કરવામાં આવશે, એવી માહિતી કે.પી.બક્ષીએ પત્રકારો સાથે બોલતી વખતે આપી હતી. આવશ્યકતા અનુસાર સાયબર લેબ્સના અધિકારો વધારવામાં આવશે, એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
 
ઓનલાઈન છેતરપિંડીનો બક્ષીને પણ કટુ અનુભવ
જૂની નોટોના પ્રશ્નોનો ઉકેલ
વિવિધ ગુનાઓમાં પોલીસે જપ્ત કરેલી પાંચસો, હજાર રૂપિયાની નોટોનું શું થશે, એવો પ્રશ્ન નોટબંધીની સંબંધમાં પૂછવામાં આવ્યો હતો. સામાન્ય પ્રશાસન અને સંબંધિત વિભાગની સાથે ચર્ચા કરીને તેનો ઉકેલ કાઢવામાં આવશે, એમ બક્ષીએ તે સંદર્ભે સ્પષ્ટ કર્યું હતું. લાંચરૂશ્વત પ્રતિબંધક ખાતાએ લાંચખોરોને રંગે હાથ પકડવા માટે વિશિષ્ટ પાવડર લગાવેલી જૂની નોટો હવે પુરાવા તરીકે ઉપયોગી નહી હોય તો તેની ઉપર પણ ટુંક સમયમાં ઉકેલ કાઢવામાં આવશે, એમ બક્ષીએ જણાવ્યું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mumbai have cyber cell developments
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext