Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Have Cultural Festival About Music

વારસાના જતન માટે શાસ્ત્રીય સંગીત મહોત્સવઃ મુંબઈ સંસ્કૃતિ

Bhaskar News, Mumbai | Jan 11, 2017, 03:59 AM IST

  • વારસાના જતન માટે શાસ્ત્રીય સંગીત મહોત્સવઃ મુંબઈ સંસ્કૃતિ,  mumbai news in gujarati
મુંબઈ: ધ ઈન્ડિયન હેરિટેજ સોસાયટી- મુંબઈએ મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ટેકા સાથે 14-15 જાન્યુઆરી, 2017ના રોજ બે દિવસનો મુંબઈ સંસ્કૃતિ મહોત્સવ યોજવાનું નક્કી કર્યું છે. આ બંને દિવસોમાં સુંદર ટાઉનહોલ, એશિયાટિક લાઈબ્રેરીની સામે સાંજે 7થી કાર્યક્રમ શરૂ થશે અને મુંબઈગરાને શહેરનો સમૃદ્ધ વારસો, કળા અને સંસ્કૃતિને સલામી આપવાનો મોકો મળશે. આ કાર્યક્રમમાં બધા માટે પ્રવેશ નિઃશુલ્ક છે.
 
એશિયાટિક લાઈબ્રેરીનાં ઐતિહાસિક પગથિયાં પર અને ખુલ્લા આકાશ હેઠળ રસ્તા પર ગોઠવાયેલી ખુરશીઓમાં બિરાજમાન થઈને મુંબઈના સંગીત રસિકો ભારતના દિગ્ગજ કલાકાર તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનને સાંભળી શકશે. 14મી જાન્યુઆરીના આ કાર્યક્રમમાં તેમને સાબીર ખાન સારંગી પર સાથ આપશે. આ પછી 15મીએ નામાંકિત શાસ્ત્રીય ગાયિકા શ્રીમતી દેવકી પંડિત ગાશે, જેમને રોહિત મજુમદાર તબલા પર અને નિરંજન લેલે હાર્મોનિયમ પર સાથ આપશે. આ મહોત્સવનું વ્યવસ્થાપન શ્યામલ ઈવેન્ટ્સે કર્યું છે.

ઈન્ડિયન હેરિટેજ સોસાયટી (આઈએચએસ)નાં અધ્યક્ષા અનિતા ગરવારેએ જણાવ્યું હતું કે 25 વર્ષથી ઈન્ડિયન હેરિટેજ સોસાયટી- મુંબઈ (આઈએચએસ) સંગીત જીવો અને વારતો બચાવો થીમ સાથે શહેરનાં વિવિધ વારસાગત સ્થળો ખાતે ખુલ્લી હવામાં સંગીત જલસાનું યોજન કરે છે. આ ઐતિહાસિક સ્થળોમાં કાયાકલ્પ કરવા અને તેને જીવંત કરવા માટે અમે લાંબી મજલ કાપી છે અને યુવા પેઢીમાં જાગૃતિ પણ ફેલાવી છે. આઈએચએસમાં અમે આપણા વારસા બદલ ગૌરવ અનુભવીએ છીએ અને આ વારસાને ભાવિ પેઢીઓને પહોંચાડવા માગીએ છીએ, એમ આઈએચએસનાં અધ્યક્ષા અનિતા ગરવારેએ જણાવ્યું હતું, જેઓ 1992માં બાણગંગા અને 1995માં મુંબઈ યુનિવર્સિટીની બહાર સંગીત મહોત્સવ યોજવા માટે ઓળખાય છે.
 
તબલા દિગ્ગજ ઉસ્તાદ ઝાકીર હુસૈને જણાવ્યું હતું કે મુંબઈમાં આ સંગીત કાર્યક્રમ જ્યાં યોજાઈ રહ્યો છે તે ટાઉનહોલ જેવાં હેરિટેજ સ્થળે પરફોર્મ કરવાની હંમેશાં ખુશી થાય છે. ખુલ્લી હવાનું સ્થળ હંમેશાં પડકારજનક હોય છે અને અહીં તબલાવાદન મને અનેરી ખુશી આપશે. નામાંકિત દાયિકા શ્રીમતી દેવકી પંડિતે જણાવ્યું હતું કે આ હેરિટેજ સ્થળે પરફોર્મ કરવા માટે મને આમંત્રણ મળ્યું તે બહુ જ ગૌરવજનક લાગે છે, કારણ કે આ પ્રતીકાત્મક સ્થળે વાતાવરણ અનોખું હોય છે. આવાં સ્મારકોની અનોખી વારતા હોય છે અને આ પરિપ્રેક્ષ્ય ગાયિકા તરીકે મને મોહિત કરે છે. મુંબઈ સંસ્કૃતિ 2017 માટે ફ્રી પાસ મેડમ કામા રોડ પર એમટીડીસી કાઉન્ટર, મહારાષ્ટ્ર વોચ કં (દાદર) અને કાલા ઘોડા ખાતે ચેતના બુક સ્ટોર ખાતે મળશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mumbai have cultural festival about music
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext