Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai Governor Inaugurates Merchant Navy Week

મુંબઈના જહાજ ઉદ્યોગનું સંગ્રહાલય બનાવો : રાજ્યપાલ રાવ

Bhaskar News, Mumbai | Apr 04, 2017, 03:32 AM IST

મુંબઈ:ભારત એક દરિયાઈ દેશ હોઈ દેશને હજારો વર્ષથી દરિયાઈ અવરજવર અને વેપારની પરંપરા મળી છે. 18મી સદીમાં મુંબઈમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ ઊભો થયો અને આ ઠેકાણે ભારતીયોએ અનેક વેપારી અને યુદ્ધનૌકાઓનું નિર્માણ કર્યું. આજે પણ મઝગામ ગોદીમાં યુદ્ધનૌકાઓ અને સબમરીનો તૈયાર કરવામાં આવે છે.
 
શહેરનો આ સમૃદ્ધ વારસો જનતા સમક્ષ આવે એ માટે મુંબઈ ખાતે દરિયાઈ અને જહાજ બાંધવાના ઈતિહાસનું અત્યાધુનિક સંગ્રહાલય નિર્માણ કરવું એવી સૂચના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે કરી હતી. વધતી લોકસંખ્યાના કારણે મુંબઈ શહેરની સાર્વજનિક પરિવહન વ્યવસ્થા પર અતિરિક્ત તાણ પડી હોવાથી શહેરમાં વહેલાસર જળપરિવહન શરૂ થાય અને આ સંદર્ભે તમામ સંબંધિતોએ સહકાર્ય કરવું એવી અપેક્ષા રાજ્યપાલે વ્યક્ત કરી હતી.
 
સોમવારે રાજભવન ખાતે 54મો રાષ્ટ્રીય દરિયાઈ દિન અને મર્ચન્ટ નેવી સપ્તાહનું ઉદઘાટન રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. દરિયાઈ વેપાર ક્ષેત્રમાં અનેક રોજગાર, સ્વયંરોજગાર અને ઉદ્યોગપતિઓ માટે તક છે. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ અને યુવકોને આ બાબતે માહિતી જ નથી. એના માટે દરિયાઈ પ્રશિક્ષણ સંસ્થા અને યુનિવર્સિટી વચ્ચે સહકાર્ય વધે એમ જણાવતા દરિયાઈ વેપાર અને જહાજ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓનો સહભાગ વધે એવી અપેક્ષા રાજ્યપાલે આ સમયે વ્યક્ત કરી હતી.
 
સમુદ્રમાં થતા તેલ ગળતર અને એના કારણે થતા પર્યાવરણના નુકસાનને ટાળવાની દષ્ટિએ ઉપાયયોજના કરવામાં આવતી હોવાની માહિતી ભારતીય જહાજ મહામંડળના મહાસંચાલિકા ડોકટર માલિની શંકરે આપી હતી. દરિયાઈ ચાંચિયાગિરીની ઘટનાઓમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાની માહિતી અતિરિક્ત મહાસંચાલક અમિતાભ કુમારે આપી હતી. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે જહાજના ઉત્પાદન માટે મુંબઈનું મઝગાંવ ડોક વિશેષ સ્થાન ધરાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai Governor Inaugurates Merchant Navy Week
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended