Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai BJP Turn For The New Strategy Planning In Corporation

ભાજપનો યુટર્ન: BMCની વોર્ડ સમિતિના અધ્યક્ષની ચૂંટણી લડશે

Bhaskar News, Mumbai | Mar 17, 2017, 02:24 AM IST

  • ભાજપનો યુટર્ન: BMCની વોર્ડ સમિતિના અધ્યક્ષની ચૂંટણી લડશે,  mumbai news in gujarati
મુંબઈઃમુંબઈ મહાપાલિકામાં મેયર પદ અને કોઈ પણ સમિતિની ચૂંટણી ન લડવાની ઘોષણા કરનાર ભાજપે યુટર્ન લેતા મહાપાલિકાની વોર્ડ સમિતિના અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં આ વખતે પ્રથમ વખત નગરસેવક તરીકે ચૂંટાઈ આવેલાની સંખ્યા વધુ છે. એમાંના અનેકને કમસે કમ વોર્ડ સમિતિના અધ્યક્ષ પદની સત્તા ભોગવી શકે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ કહ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે મેયર પદ અને અન્ય સમિતિઓની ચૂંટણી ન લડવાની ઘોષણા કર્યા પછી ભાજપને મહત્ત્વની સમિતિઓ અને પદ મળવાની તક નગરસેવકોએ ગુમાવી હતી.

તેથી અનેક ભાજપ નગરસેવક નારાજ હતા. આખરે નગરસેવકોના દબાણને કારણે ભાજપે વોર્ડ સમિતિ ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. સંખ્યાબળ વધારે હોય એવા ઠેકાણે ભાજપ ચૂંટણી લડવાનો હોઈ કોઈની પાસે મદદ માગશે નહીં અને કોઈને મદદ કરશે નહીં એમ મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે સ્પષ્ટ કર્યું હતું. તેથી જે ઠેકાણે ભાજપને બહુમતી નથી તેમ જ શિવસેનાની બહુમતી નહીં હોય તો શિવસેના અને ભાજપ એકબીજાને મદદ કરશે કે એવો પ્રશ્ન ઊભો થયો છે. શુક્રવારથી વોર્ડ સમિતિઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની હોઈ ચૂંટણી 21, 22 અને 25 માર્ચે થશે.

ભાજપે વોર્ડમાં ચૂંટણી લડ્યા વિના વિકલ્પ નથી
આ વખતની ચૂંટણીમાં ભાજપને ભુલેશ્વર, ગિરગાવ ડી વોર્ડમાં 7 સીટ, મલાડ પી-દક્ષિણ વોર્ડમાં 6, ગોરેગાવ પી-ઉત્તર વોર્ડમાં 8, દહીસર આર-દક્ષિણમાં 10, બોરીવલી-કાંદીવલી આર-મધ્યમાં 8, અંધેરી કે-પૂર્વમાં 7, અંધેરી કે-પૂર્વમાં 7, અંધેરી પૂર્વ કે-પશ્ચિમમાં 7 સીટ મળી છે. ઉપરાંત મુલુંડ, વિક્રોલીમાં 9 અને ચેંબુર એમ-પશ્ચિમમાં 4 સીટ મળી છે. આ વોર્ડમાં ભાજપનો વોર્ડ સમિતિ અધ્યક્ષ ચૂંટાઈ આવવાની સર્વાધિક શક્યતા હોવાથી આ ચૂંટણી લડવી ભાજપ માટે અપરિહાર્ય બની છે. અન્યથા આ વોર્ડમાં મોટા ભાગના ઠેકાણે શિવસેનાનો વોર્ડ સમિતિ અધ્યક્ષ ચૂંટાઈ આવશે.

મુંબઈમાં કુલ 17 વોર્ડ સમિતિઓ
શિવસેના અને ભાજપ સ્વબળે લડે તો શિવસેનાને 4 અને ભાજપને 5 ઠેકાણે વોર્ડ સમિતિનું અધ્યક્ષ પદ મળશે.  શિવસેના અને ભાજપ સ્વબળે લડે અને કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, મનસે તટસ્થ રહે અથવા ઉમેદવાર ઊભો રાખે તો શિવસેનાને 7 અને ભાજપને 8 વોર્ડ સમિતિઓનું અધ્યક્ષ પદ મળશે. શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડે તો 17માંથી 16 વોર્ડ સમિતિઓનું અધ્યક્ષ પદ બંને પક્ષને મળી શકે છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai BJP turn for the new strategy planning in corporation
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended