Home »Maharashtra »Latest News »Mumbai» Mumbai BJP May Active In Next Days

મુંબઈમાં ભાજપનો મેયર લાવવા માટે પ્રયત્ન કરો : આશિષ શેલાર

Bhaskar News, Mumbai | Dec 27, 2016, 03:04 AM IST

  • મુંબઈમાં ભાજપનો મેયર લાવવા માટે પ્રયત્ન કરો : આશિષ શેલાર,  mumbai news in gujarati
મુંબઈઃ મુંબઈ મહાપાલિકા ચૂંટણી માટે ભાજપે ફરીથી એક વખત સ્વબળે લડવાના સંકેત આપ્યા છે. મુંબઈમાં મેયર  ભારતીય જનતા પાર્ટીનો જ હોવો જોઈએ એવો નારો મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે આપ્યો છે.
 ભારતરત્ન અટલબિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે મુંબઈમાં યુવા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા આશિષ શેલારે મુંબઈ મહાપાલિકામાં ભાજપની સત્તા લાવવાની હાકલ કરી હતી.
 
આ કાર્યક્રમમાં બોલીવુડ સંગીતકાર જોડી સાજિદ-વાજિદમાંથી સાજિદે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય જનતા યુવા મોરચાના દરેક કાર્યકર્તાને ઓછામાં ઓછા 10 લોકોને કેશલેસ વ્યવહાર શીખવાડવાની હાકલ કરવામાં આવી છે. શ્રીમતી અમૃતા ફડણવીસ ગાયક છે એ મહારાષ્ટ્રને ખબર છે. પણ સોમવારે મુખ્યમંત્રીએ પણ જનતા સમક્ષ પોતાની કલા રજૂ કરવાની તક ઝડપી લીધી હતી.

મનસેના ગઢમાં ગાબડું

મુંબઈ મહાપાલિકા ચૂંટણીના ટાંકણે મનસેને મોટો આંચકો લાગ્યો છે. મનસેના ભૂતપૂર્વ નગરસેવક અને દાદર વિભાગ પ્રમુખ પ્રકાશ પાટણકરે મનસેને રામરામ કરીને શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. માતોશ્રી પર પાટણકરે શિવસેનાનો ઝંડો ખભા પર ઉંચક્યો હતો. ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્ત્વ સરસ છે. મનસેમાં ફક્ત બબડાટ કરનારને પ્રવેશ મળે છે પણ શિવસેનામાં કામ કરનારને સ્થાન મળે છે એમ જણાવતા પાટણકરે રાજ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. આગામી કેટલાક મહિનામાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી છે. એ પાર્શ્વભૂમિ પર પાટણકરનો શિવસેનામાં પ્રવેશ મનસે માટે મોટો આંચકો છે. ઉપરાંત દાદરને મનસેનો ગઢ ગણવામાં આવે છે. મનસેના નિતીન સરદેસાઈ આ જ મતદારસંઘમાંથી વિધાનસભ્ય હતા. દાદરમાં મનસેના અનેક નગરસેવકો છે. તેથી દાદરમાં પક્ષમાં મોટુ ગાબડુ પડવું એ રાજ ઠાકરે અને મનસે માટે મોટો આંચકો માનવામાં આવે છે.

કોંકણમાં સત્તા માટે કોંગ્રેસ-શિવસેનાની યુતિ

એકબીજાના કટ્ટર  વૈચારીક વિરોધી કોંગ્રેસ અને શિવસેનાએ કોકણમાં નગરપંચાયતની સત્તા મેળવવા માટે હાથ મેળવ્યા છે. કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તામાં સહભાગી હોવા છતાં વિરોધીઓની જેમ વતર્તા શિવસેનાએ રત્નાગિરી જિલ્લામાં દાપોલી નગરપંચાયતની સત્તા મેળવવા માટે કોંગ્રેસને સાથે લીધી છે. એના બદલામાં શિવસેનાને નગરાધ્યક્ષ પદ અને કોંગ્રેસને ઉપનગરાધ્યક્ષ પદ મળશે. તાજેતરમાં થયેલી દાપોલી નગરપંચાયતની ચૂંટણીમાં શિવસેનાને 7, ભાજપને 2, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ દરેક 4 સીટ મળી હતી. દાપોલી નગરપંચાયતમાં કુલ 17 સીટ છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai BJP may active in next days
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended