Home »Maharashtra »Latest News »Mumbai» Mistakes Of BMC In Tenders

BMCનો ગોટાળો, સલાહકારોને ટેન્ડર વિના જ 180 કરોડ આપી દીધા

Bhaskar News, Mumbai | Dec 19, 2016, 03:31 AM IST

  • BMCનો ગોટાળો, સલાહકારોને ટેન્ડર વિના જ 180 કરોડ આપી દીધા,  mumbai news in gujarati
મુંબઈઃ મહાપાલિકાએ તેના સીવરેજ પ્રોજેક્ટોમાં કન્સલ્ટન્સી માટે નિયુક્ત કરેલી ખાનગી કંપનીઓને અધધધ રૂ. 180 કરોડ ચૂકવ્યા હોવાની માહિતી એક આરટીઆઈ પરથી બહાર આવી છે. આ રકમ ટેન્ડર પ્રક્રિયા વિના જ ચૂકવાઈ હોવાનું જણાયું છે. મુંબઈ મ્યુનિસિપાલિટીમાં છેલ્લા બે દાયકાથી શિવસેના સત્તા પર છે. છેલ્લાં પાંચ વર્ષમાં આટલી મોટી રકમ ખર્ચી હોવાનું આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ પ્રાપ્ત કરેલી માહિતીમાં બહાર આવ્યું છે.

ગલગલીના જણાવ્યાનુસાર ખરેખર તો સીવરેજ પ્રોજેક્ટ્સ માટે ખાનગી કન્સલ્ટન્ટો નિયુક્ત કરવાની કોઈ જરૂર નહોતી, આમ છતાં મુંબઈ મહાપાલિકાએ આ કામ માટે રૂ. 180 કરોડ ખર્ચ્યા છે. આ રીતે ખાનગી પાર્ટીઓને કરોડો રૂપિયા આપવાના બદલે મહાપાલિકાએ પોતાના જ અન્ય ટોચના ગુણવત્તાના અનુભવી કન્સલટન્ટ્સ નિયુક્ત કરવાની જરૂર હતી. મહાપાલિકાએ કોલાબા, વરલી, બાંદરા, વર્સોવા, મલાડ, ભાંડુપ અને ઘાટકોપર ખાતે અલગ અલગ સાત સીવરેજ પ્રક્રિયા ઝોન માટે મહાપાલિકાના સીવરેજ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ કન્સલ્ટન્સી સેવાઓ નિયુક્ત કરી હતી. એપ્રિલ 2015માં કન્સલ્ટન્સીનો સમયગાળો પૂર્ણ થયો હતો. રૂ. 180 કરોડમાંથી રૂ. 141.77 કરોડ તેમને ચૂકવી દીધા છે. રૂ. 38.23 કરોડની ચુકવણી બાકી છે.

વિરોધીઓએ આરંભમાં વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ પછી મહાપાલિકાએ કામ આગળ વધાર્યું હતું.

મનસે નેતા સંદીપ દેશપાંડેએ કન્સલ્ટન્સીના ધંધામાં મોટું કૌભાંડ હોવાનો આરોપ કર્યો હતો. મને આમાં મોટું કૌભાંડ દેખાય છે. દર વર્ષે એકના એક જ કન્સલ્ટન્ટોનાં નામ દેખાય છે. મને લાગે છે કે તેમણે નવા અને યુવાન પ્રતિભાઓને તક આપવી જોઈએ, જેઓ નવા વિચારો લઈને આવે, એમ દેશપાંડેએ જણાવ્યું હતું.

સીવરેજ કન્સલ્ટન્સી તો પાશેરામાં પહેલી પૂણી છે. મહાપાલિકાએ અન્ય અલગ અલગ વિભાગો માટે કન્સલ્ટન્સી પર લગભગ વધુ રૂ. 100 કરોડ ખર્ચ કર્યા છે.  ભૂતકાળમાં મહાપાલિકા દ્વારા વિવિધ કામોના કોન્ટ્રાક્ટરો નીમવા અંગે પણ વિવાદો થયા હતા. હવે મહાપાલિકાની ચૂંટણીઓ નજીવ આવી રહી છે ત્યારે કન્સલ્ટન્સીનો મુદ્દો ચૂંટણીનો મુદ્દો બની શકે છે. જોકે સૌથી મોટો પ્રશ્ન છે કે આટલા બધા રૂપિયા ખર્ચ કરીને પણ શું મુંબઈગરાને ગંધાતી ગટરોથી છુટકારો મળ્યો છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mistakes of BMC in Tenders
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext