Home »Maharashtra »Latest News »Mumbai» May Be Different From The Dry-Wet Waste In The State

રાજ્યમાં મેથી સૂકો-ભીનો કચરો અલગ કરાશે: CM

Bhaskar News, Mumbai | Mar 31, 2017, 03:32 AM IST

  • રાજ્યમાં મેથી સૂકો-ભીનો કચરો અલગ કરાશે: CM,  mumbai news in gujarati
મુંબઈ:રાજ્યમાં મેથી સૂકો અને ભીનો કચરો અલગ કરવો પડશે, જેનો પછી વૈજ્ઞાનિક રીતે નિકાલ કરાશે. આગામી વર્ષથી ભીનો અને સૂકો કચરો એકસાથે ડમ્પિંગ કરવા નહીં દેવાય. સૂકો કચરો વીજ નિર્મિતી માટે ઉપયોગ કરાશે, એમ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં જણાવ્યું હતું. કલ્યાણ ડોંબિવલી મહાપાલિકાની સીમામાં ઘન કચરા વ્યવસ્થાપનના મુદ્દા પર ચર્ચાનો તેઓ ઉત્તર આપતા હતાં. 

મે મહિનાથી સૂકો અને ભીનો કચરો અલગ કરાશે અને વૈજ્ઞાનિક રીતે નિકાલ કરાશે. કચરો અલગ કરવાનું કામ સ્થિર થયા પછી કચરાના ટ્રીટમેન્ટનું કાર્ય હાથમાં લેવાશે. ભીના કચરામાંથી ખાતર બનાવાશે. બધી મહાપાલિકાઓ અને નગર પરિષદો હરિત મહા કમ્પોસ્ટ નામથી આ ખાતર વેચી શકશે. કચરો અલગ કરવાનું કામ સફળ થતાં ડમ્પિંગ કરવો નહીં પડે. અમે શૂન્ય કચરો હાઉસિંગ સોસાયટી માટે ઝુંબેશ ચલાવીશું, જેમાં પ્રવાહી કચરાનું રિસાઈકલિંગ પણ કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: May be different from the dry-wet waste in the state
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended