Home »Maharashtra »Latest News »Mumbai» Marine Drive Premises In Found Suspected Drone In Mumbai

મુંબઈના મરીનડ્રાઈવ પરિસરમાં શંકાસ્પદ ડ્રોનથી ખળભળાટ મચી ગયો

Bhaskar News, Mumbai | Dec 29, 2016, 04:15 AM IST

  • મુંબઈના મરીનડ્રાઈવ પરિસરમાં શંકાસ્પદ ડ્રોનથી ખળભળાટ મચી ગયો,  mumbai news in gujarati
મુંબઈ:સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીની પાર્શ્વભૂમિ પર દેશમાં ત્રાસવાદી કાર્યવાહીની શક્યતા પોલીસે કેટલાક દિવસો પહેલાં વ્યક્ત કરી હોઈ સોમવારે સાંજે મુંબઈના મરીનડ્રાઈવ અને હાર્બર સાઈડ પરિસરમાં હવાઈ દળના એક અધિકારીએ ફરીથી શંકાસ્પદ ડ્રોન જોતા ખળભળાટ મચી ગયો હતો. તેથી નવા વર્ષના આગમનની પાર્શ્વભૂમિ પર સુરક્ષા વધારવામાં આવી છે. 

મુંબઈમાં ડ્રોન પર પ્રતિબંધ હોઈ મુંબઈના મરીનડ્રાઈવ અને હાર્બર સાઈડ પરિસરમાં એક શંકાસ્પદ ડ્રોન જોયું હોવાની માહિતી હવાઈ દળના અધિકારી કોરપોલ વિશ્વજીતે પોલીસના મુખ્ય નિયંત્રણ કક્ષને આપી હતી. આ ઘટનાની ગંભીર નોંધ લેતા એની માહિતી સુરક્ષા યંત્રણાઓને આપવામાં આવી હતી. 

મુંબઈમાં ક્યાંય પણ શંકાસ્પદ ડ્રોન દેખાય તો એના પર કાર્યવાહી કરવાનો આદેશ આ પહેલાં જ આપવામાં આવ્યો છે. આ પહેલાં પણ સાંતાક્રુઝ, કુર્લા પરિસરમાં આ રીતે શંકાસ્પદ ડ્રોન પાયલટોને દેખાયું હતું. આઈએસઆઈ અને જૈશ-એ-મહમંદ જેવા ત્રાસવાદી સંગઠનો તરફથી મુંબઈ પર હુમલો થવાનો ડર વ્યક્ત કરવામાં આવે છે. તેથી નવા વર્ષના આગમનની પાર્શ્વભૂમિ પર મુંબઈમાં તમામ મહત્ત્વના સ્થળોની સુરક્ષા વધારવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Marine Drive Premises in Found Suspected Drone in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended