Home »Maharashtra »Latest News »Mumbai» Maharashtra In Many Places Fall Rain Concerns About Damage To Farmers

મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનની ચિંતા

Bhaskar News, Mumbai | May 13, 2017, 23:26 PM IST

  • મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનની ચિંતા,  mumbai news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
મુંબઈ: રાજ્યમાં મુંબઈ, નવી મુંબઈ, ધુળે, થાણે, કલ્યાણ, રાયગઢ, પુણે, સાતારા અને સિંધુદુર્ગમાં કમોસમી વરસાદ પડ્યો હતો. એના લીધે વાહનચાલકો સહિત નાગરિકોની  હેરાનગતિ થઈ હતી. આ વરસાદને કારણે પાકનું નુકસાન થતું હોવાથી ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં પણ વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા આ વરસાદને કારણે મધ્ય રેલવેને અસર થઈ હતી. એના લીધે ખરીદી માટે નીકળેલા નાગરિકો અને અન્ય પ્રવાસીઓની હેરાનગતિ થઈ હતી. 
 
જો કે રાજ્યમાં અનેક ઠેકાણે મોનસૂનપૂર્વ પડેલા કમોસમી વરસાદથી સતત ઊકળાટ અનુભવતા નાગરિકોને રાહત પણ મળી હતી. મુંબઈમાં અંધેરી, સાંતાક્રુઝ, વડાલા, ચેંબુર સહિત અન્ય ઠેકાણે તથા થાણે, નવી મુંબઈમાં લગભગ 1 મિલીલીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત પનવેલ, કામોઠે, ખાંડેશ્વરમાં ઝડપથી ફૂંકાયેલા પવનને કારણે ઝાડ તૂટી પડ્યા હતા.
 
સિંધુદુર્ગમાં વૈભવવાડી શહેર સહિત સહ્યાદ્રી પટ્ટામાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. એના લીધે આંબાના પાકને મોટુ નુકસાન પહોંચે એવી શક્યતા છે. કેટલાક ઘરોના છાપરા ઊડી જવાથી નાગરિકોનું નુકસાન પણ થયું હતું. ઉપરાંત વૃક્ષો ઉખડીને પડી જવાથી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ધુળેમાં પણ પવન સાથે વરસાદ પડવાથી વાહનચાલકો અને નાગરિકોની હેરાનગતિ થઈ હતી. જોરદાર ફૂંકાયેલા પવનને કારણે અનેક ઠેકાણે હોર્ડિંગ્સ ઊડી ગયા હતા. અનેક ઠેકાણે વીજળી ડૂલ થઈ હતી.
 
પૂર્વાનુમાન આગામી અઠવાડિયે

આ વખતે વરસાદનું આગમન વહેલુ થશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છતાં કેરળમાં પ્રવેશનારા મોનસૂનનું પૂર્વાનુમાન આગામી અઠવાડિયે જાહેર થ‌વાની શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે કેરળમાં 1 જૂનના મોનસૂનનું આગમન થાય છે. 7 જૂનના કોકણમાં અને 10 જૂનની આસપાસ મુંબઈમાં આગમન થાય છે એવી માહિતી પ્રાદેશિક હવામાન વિભાગના પશ્ચિમ વિભાગના ઉપસંચાલક કે.એસ. હોસાળીકરે આપી હતી. આ વર્ષે કેરળમાં વરસાદ કયારે દાખલ થશે એનું પૂર્વાનુમાન આગામી અઠવાડિયે જાહેર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maharashtra In many places fall Rain Concerns about damage to farmers
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended