Home »Maharashtra »Latest News »Mumbai» Maharashtra Becomes Declared Obesity Is A Decease

મુંબઈ: સ્થૂળતાને બીમારી તરીકે જાહેર કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય

Bhaskar News, Mumbai | Apr 14, 2017, 03:14 AM IST

  • મુંબઈ: સ્થૂળતાને બીમારી તરીકે જાહેર કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય,  mumbai news in gujarati
મુંબઈ:સ્થૂળતાની સર્જરીના મોટા દૂષણને નાબૂદ કરવા અને તેની સામે લડવા માટે ભારતમાં ડાયાબીસિટી પર એશિયા પેસિફિકનું સૌથી વિશાળ કોન્ક્લેવ યોજવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. આ ત્રણ દિવસનું કોન્ક્લેવ ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર ધ સર્જરી ઓફ ઓબેસિટી એન્ડ મેટાબોલિક ડિઝઓર્ડર્સ (આઈએફએસઓ)ના ઉપક્રમે સોસાયટી ઓફ ઈન્ડિયા (ઓએસએસઆઈ) દ્વારા આયોજિત કરાશે, જે ગોવામાં 21-23 એપ્રિલ, 2017ના રોજ યોજાશે.
 
આ અવસરે બોલતાં સ્થૂળ સામે લડવાના કાજને ઉપાડી લેનાર આઈએફએસઓ- એપીસી 2017ના આયોજન સચિવ ડો. જયશ્રી તોડકરે જણાવ્યું હતું કે કોંગ્રેસનું મુખ્ય લક્ષ્ય જનતા અને તબીબી જગતમાં આ રોગ સાથે લડવાની રીતો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ડાયાબીસિટીનો સ્વીકાર કરાય, તેને તબીબી જગત અને આરોગ્ય સંભાળ શ્રમિકો દ્વારા ગંભીર તબીબી રોગ જાહેર કરાય અને ઉપચાર કરાય તે માટેનો સમય પાકી ગયો છે. હું આ કોંગ્રેસનાં પરિણામો બાબતે બહુ આશાવાદી છું, કારણ કે અનુભવી અને યુવા પ્રેકટિશનરોને ડાયાબીસિટીના નવા યુગના દૂષણ સામે લડવા માટે તેમની કુશળતાને વધુ ધારદાર બનાવવાનો અજોડ મોકો મળશે. ડો. તોડકરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનું વજન ઓછું કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે તે અત્રે નોંધનીય છે.
 
સ્થૂળતા છેલ્લા એક દાયકામાં વસતિના સર્વ સામાજિક- આર્થિક વર્ગમાં વ્યાપક રીતે ફેલાઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને આ વખતની થીમ ડાયાબીસિટી (ડાયાબીટીસ અને ઓબેસિટી) છે. ડાયાબીસિટી નામ ઓબેસિટી અને ડાયાબીટીસ વચ્ચે નિકટવર્તી સંબંધને લીધે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા અપાયું છે. આ ત્રણ દિવસના કોન્ક્લેવનું ઉદઘાટન 21મી એપ્રિલ, 2017ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરને હસ્તે થશે. ઉપરાંત સંસ્કૃતિ અને પર્યટન તથા યોગ અને પારંપરિક ઔષધિના મંત્રી શ્રીપાદ નાઈક, આરોગ્ય અને તબીબી શિક્ષણના મંત્રી શ્રી ગિરીશ મહાજન સહિત અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્થૂળતા અને તેની સાથે સંકળાયેલા રોગોની વધતી ઘટનાઓ સામે લડવા માટે ઉપાડેલી ઝુંબેશના ભાગરૂપ આ પહેલ છે.
 
કોન્ફરન્સમાં 18 દેશમાંથી મોવડીઓ સહિત વૈશ્વિક નામાંકિત સર્જનો અને ડાયાબીસિટી સંબંધી પ્રેકટિશનરો ખાસ હાજરી આપશે. ભારત અને વૈશ્વિક સ્તરે નામાંકિત અને અગ્રણી હસ્તીઓ પણ આ કોન્ક્લેવનો હિસ્સો બનશે. અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્ર સ્થૂળતાને બીમારી તરીકે જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આથી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આઈએફએસઓ- એપીસી સ્થૂળતા અને ડાયાબીટીસ માટે વિવિધ ઉપચારો પર આંતરરાષ્ટ્રીય અભિપ્રાયો આપશે અને આ ક્ષેત્રમાં બધી પ્રગતિ અને પડકારોને પહોંચી વળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maharashtra becomes declared obesity is a decease
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended