Home »Maharashtra »Latest News »Mumbai» Lokmanya Tilak Succession Mukta Tilak Elected Mayor Of Pune

લોકમાન્ય ટિળકનાં વારસ મુક્તા ટિળક પુણેનાં મેયરપદે

Bhaskar News, Pune | Mar 16, 2017, 02:36 AM IST

  • લોકમાન્ય ટિળકનાં વારસ મુક્તા ટિળક પુણેનાં મેયરપદે,  mumbai news in gujarati
પુણે:પુણે મહાપાલિકાના મેયર પદ પર બુધવારે અપેક્ષા મુજબ ભાજપના મુક્તા ટિળક બિરાજમાન થયા હોઈ પુણેના ઈતિહાસમાં પ્રથમ વખત મહાપાલિકામાં કમળનું ફૂલ ખીલ્યું છે. મુક્તા ટિળક લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના પ્રપૌત્ર શૈલેષ ટિળકના ધર્મપત્ની છે. 

પુણે મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ન ભૂતો ન ભવિષ્યતિ કામગિરી કરીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપના 98 નગરસેવક ચૂંટાઈ આવ્યા હતા. તેથી બુધવારે મેયર પદની ચૂંટણી ફક્ત ઔપચારિકતા હતી. મુક્તા ટિળકની ઉમેદવારી જાહેર થઈ ત્યારે જ તેમના ગળામાં મેયર પદની માળા નિશ્ચિત હતી. એના પર મહાપાલિકાના સભાગૃહમાં મંજૂરીનો સિક્કો પડ્યો. ભાજપના તમામ નગરસેવકોએ મહાપાલિકાના સભાગૃહમાં ઉપસ્થિત રહીને મુક્તા ટિળકને પોતાનો મત આપ્યો હોઈ તેમણે 98 મત સાથે બાજી મારી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નંદા લોણકરને 52 મત મળ્યા હતા. શિવસેનાના ઉમેદવાર સંગીતા ઠોસરે પોતાની અરજી પાછી ખેંચી હતી અને આ ચૂંટણીમાં શિવસેનાના નગરસેવકો તટસ્થ રહ્યા હતા. મનસેએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મુક્તા ટિળક જયવંતરાવ ટિળકના ભત્રીજા શૈલેષના ધર્મપત્ની છે. સદાશિવ-નારાયણ પેઠના વોર્ડ નંબર 15માંથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ચોથી વખત નગરસેવક તરીકે વિજયી થયા હોઈ આ વખતે પુણેમાં સર્વાધિક મતોથી ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં તેમણે પુણે મહાપાલિકામાં ભાજપના જૂથનેતા તરીકે જવાબદારી સંભાળી હતી. ઉપરાંત સ્થાયી સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું છે. 

મુક્તા ટિળક વિશે

મુક્તા ટિળકે વિમલાબાઈ ગરવારે પ્રશાળા અને ફર્ગ્યુસન કોલેજમાંથી શિક્ષણ પૂરું કર્યું છે. સાયકોલોજીના વિષય સાથે એમ.એ. કરનાર મુક્તાબહેને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીના ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેંટમાંથી જર્મન ભાષાનું શિક્ષણ લીધું છે. એટલું જ નહીં પણ માર્કેટિંગના વિષય સાથે એમબીએની ડિગ્રી પણ લીધી છે. તેથી ઉચ્ચવિદ્યા સાથે વિભૂષિત મહિલાને પુણેના મેયર પદ પર તક મળવાથી શહેરનો વિકાસ ઝડપી ગતિએ થશે એવી પુણેના નાગરિકોની અપેક્ષા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lokmanya Tilak Succession Mukta Tilak Elected Mayor of Pune
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended