Home »Maharashtra »Latest News »Mumbai» Launch Bhim Support App, Now Payments On Thumb Mark

ભીમ આધાર એપ લોન્ચ, હવે માત્ર અંગૂઠાના નિશાનથી પેમેન્ટ કરો: મોદી

Bhaskar News, Nagpur | Apr 15, 2017, 05:30 AM IST

  • ભીમ આધાર એપ લોન્ચ, હવે માત્ર અંગૂઠાના નિશાનથી પેમેન્ટ કરો: મોદી,  mumbai news in gujarati
નાગપુર:ડૉ. આંબેડકરની 126મી જન્મ જયંતી નિમિત્તે નાગપુરમાં  આયોજિત વિશેષ કાર્યક્રમમાં કહ્યું હતું કે અંગૂઠો નિરક્ષરતાનું પ્રતીક હતો. હવે તે શક્તિનું કેન્દ્રબિંદુ બનશે. કેશલેસ ઇન્ડિયા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભીમ આધાર એપ લોન્ચ કરી હતી. રિટેલર્સ અને મર્ચન્ટ્સ માટે શરૂ આ એપની મદદથી માત્ર આંગળીનું નિશાન લગાવીને પેમેન્ટ કરી શકાશે. 

બીજી વ્યક્તિને ભીમ એપથી જોડો તો રૂ.10 બોનસ : યોજના 14 ઓક્ટો. સુધી 

સાથે જ તેમણે કહ્યું હતું કે બીજી વ્યક્તિને ભીમ એપ સાથે જોડવા પર 10 રૂપિયા બોનસ મળશે. તેમણે સાથે જ કહ્યું હતું કે જો તમે કોઇને ભીમ એપ સાથે જોડો અને તે વ્યક્તિ ત્રણ ટ્રાન્ઝેક્શન કરે, તો તમને 10 રૂપિયા મળશે. જો તમે એક દિવસમાં 20 લોકોને જોડશો તો  200 રૂપિયા કમાઇ લેશો. યોજના 14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ડૉ. બી.આર. આંબેડકરની 126મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં પીએમએ આધાર-પે હેઠળ વેપારીઓ માટે પણ કેશબેક સ્કીમની જાહેરાત કરી હતી. બીજા વેપારીઓને ભીમ એપ સાથે જોડવા પર મહિનામાં 300 રૂપિયા સુધીનું કેશબેક મળશે.

આ પહેલા પીએમ મોદીએ અહીં આંબેડકરે જ્યાં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી તે સ્થળ દીક્ષાભૂમિ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. અને તે બાદ નવી યોજનાઓની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે અમે પાછલા થોડા દિવસથી ડિજિટલ ઇન્ડિયાની દિશામાં કામ કરી રહ્યા હતા. ડિજિધન એ એવું પગલું છે જે ગરીબોનું ‘નિજિધન’ બની જશે. તે ગરીબોનો અવાજ બની જશે. મોદીએ કહ્યું હતું કે ડિજિધન અભિયાન એ સફાઇ અભિયાન છે. તે ભ્રષ્ટાચારના દૂષણ સામે લડવા માટે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Launch Bhim Support App, Now Payments on Thumb Mark
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended