Home »Maharashtra »Latest News »Mumbai» Largest Fire Painting Of Painter Of Vadodara In Mumbai Exhibition

મુંબઈ: વડોદરાના ચિત્રકારનું દુનિયાનું સૌથી લાંબું ફાયર પેઈન્ટિંગ મુંબઈના પ્રદર્શનમાં

Bhaskar News, Mumbai | Apr 03, 2017, 03:34 AM IST

મુંબઈ: દુનિયાના મોટા ભાગના કલાકારો રંગ અને બ્રશથી જ પેઈન્ટિંગ કરતા હોય છે, જ્યારે વડોદરાના કલાકાર કમલ રાણા આગની જવાળાથી ચિત્ર બનાવે છે. કમલ રાણાએ કેનવાસ ઉપર 10 મહિનાથી વધુ સમયમાં દુનિયાનું સૌથી લાંબું ફાયર પેઈન્ટિંગ ‘વર્લ્ડ ક્રિકેટ’ ઉપર તૈયાર ર્ક્યું છે, જેની લંબાઈ 63 ફૂટ અને 7 ફૂટ ઉંચાઈ છે. કેન્વાસ ઉપર રંગથી નહીં પણ આગ લગાડીને આ ચિત્ર તૈયાર કરાયું છે જે દુનિયામાં સૌથી લાંબું ફાયર પેઈન્ટિંગ છે, જેમાં ક્રિકેટ રમતા વિવિધ દેશોના ખેલાડીને એમની આગની સ્ટાઈલમાં દર્શાવ્યા છે.
 
કમલ રાણાનું આ ‘વર્લ્ડ ક્રિકેટ’ લાંબું પેઈન્ટિંગ અને બીજા કલાત્મક એમનાં ચિત્રોનું એક પ્રદર્શન મુંબઈ ખાતે 4થી 10 એપ્રિલ, 2017 જહાંગીર આર્ટ ગેલેરી, ગેલેરી નં. 2, મુંબઈ ખાતે યોજવામાં આવ્યું છે. રાણાએ આ ફાયર પેઈન્ટિંગ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ’માં મોકલવા તૈયાર ર્ક્યું છે. તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ મળેલા છે. ‘બલ્ગેરીયા’ ખાતે એ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમમાં પણ એમનું એક ચિત્ર કાયમ માટે રખાયેલ છે. ફિલ્મ હીરો અનિલ કપૂર પાસે પણ એમનું એક ફાયર પેઈન્ટિંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Largest Fire Painting of Painter Of Vadodara In Mumbai Exhibition
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended