Home »Maharashtra »Latest News »Mumbai» KEM Fatwa To Give VIP Treatment To Politicians

મુંબઈ: KEMનો ફતવો, રાજકારણીઓને VIP ટ્રીટમેંટ આપો

Bhaskar News, Mumbai | May 10, 2017, 05:37 AM IST

  • મુંબઈ: KEMનો ફતવો, રાજકારણીઓને VIP ટ્રીટમેંટ આપો,  mumbai news in gujarati
મુંબઈ:મોદી સરકાર દ્વારા દેશમાં વીઆઈપી કલ્ચર બંધ  કરવા માટે નેતાઓની ગાડીઓ પરની લાલબત્તીઓ દૂર કરવામાં આવી છે ત્યારે કેઈએમ અથવા મહાપાલિકાની અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે આવતા રાજકારણી અને અન્ય મહત્ત્વની વ્યક્તિઓને વીઆઈપી ટ્રીટમેંટ આપવાનો ફતવો કેઈએમ હોસ્પિટલે કાઢ્યો છે. વિધાનસભ્યો, મેયર સહિત 40 વીઆઈપીઓ પર અથવા તેમણે મોકલેલા દર્દીઓ પર પ્રથમ સારવાર કરો. તેમને પ્રથમ પ્રાધાન્ય આપીને તેમને સરસ ટ્રીટમેંટ આપો એવો આદેશ કેઈએમના ડીન અને મહાપાલિકા હોસ્પિટલોના સંચાલક ડોકટર અવિનાશ સુપેએ કાઢ્યો છે. તેથી તેમની ચારેકોરથી ટીકા થઈ રહી છે.
 
ડોકટર અવિનાશ સુપેએ 29 એપ્રિલના આવો પરિપત્ર કાઢીને મહાપાલિકાની તમામ હોસ્પિટલોના સ્ટાફને આવી સૂચના આપી છે. વિધાનસભ્યો, નગરસેવકો અને લોકપ્રતિનિધીઓના દર્દીઓ સાથે સરખી રીતે વાત કરો. તેમની સાથે સરખી રીતે વર્તણુક કરો. તેમના પર પ્રાધાન્યતા સાથે સારવાર કરો. તેમની સાથે સતત સંવાદ રાખો એમ આ પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સરસ ટ્રીટમેંટ મળતી નથી. સ્ટાફ અયોગ્ય વર્તણુક કરે છે. ડોકટરો ફોન ઉંચકતા નથી. સારવાર લેવા માટે અમને લાઈનમાં ઊભા રહેવું પડે છે. તેથી અમને વીઆઈપી ટ્રીટમેંટ મળવી જોઈએ એવી નગરસેવકોની ફરિયાદ હતી. તેથી જ આ લીસ્ટ જારી કરવામાં આવ્યું હોવાનો દાવો કેઈએમ હોસ્પિટલે કર્યો હતો.
 
આ છે 40 વીઆઈપી

કયા વીઆઈપી પર સારવાર કરવી એની યાદી સુપેએ જારી કરી છે. એમાં મેયર વિશ્વનાથ મહાડેશ્વર, મહાપાલિકા સભાગૃહ નેતા યશવંત જાધવ, ભાજપના જૂથનેતા મનોજ કોટક, રાષ્ટ્રવાદીના જૂથનેતા રાહુલ જાધવ, મહાપાલિકા આયુક્ત અજય મહેતા, સ્થાપત્ય સમિતિ અધ્યક્ષા (શહેર) વિશાખા રાઉત, સ્થાપત્ય સમિતિ અધ્યક્ષ (ઉપનગરો) તુલસીરામ શિંદે, આરોગ્ય સમિતિ અધ્યક્ષા રોહીણી કાંબળે, બજાર અને બગીચા સમિતિ અધ્યક્ષા સાન્વી તાંડેલ, વિધી સમિતિ અધ્યક્ષ સુભાષ વાડકર, મહિલા અને બાળકલ્યાણ સમિતિ અધ્યક્ષા સિંધુ મસુરકર, 24 વોર્ડના નગરસેવકોનો સમાવેશ છે. આ વીઆઈપી નામોની સામે તેમના મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: KEM Fatwa to give VIP treatment to Politicians
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended