Home »Maharashtra »Latest News »Mumbai» Jadhav Death For Central Strict Action Against Pakistan

જાધવ મૃત્યુદંડની સજા અંગે પાક સામે કેન્દ્ર કડક પગલાં લે: ઉદ્ધવ

Bhaskar News, Mumbai | Apr 13, 2017, 04:11 AM IST

  • જાધવ મૃત્યુદંડની સજા અંગે પાક સામે કેન્દ્ર કડક પગલાં લે: ઉદ્ધવ,  mumbai news in gujarati
મુંબઈ:પાકિસ્તાની કોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મૃત્યુ દંડની સજા સંભળાવી તે અંગે પ્રતિક્રિયામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે પાક સામે કડક પગલાં લેવા જોઈએ. પાકિસ્તાની લશ્કરી કોર્ટે સોમવારે જાધવને જાસૂસ ઠરાવીને મૃત્યુદંડની સજા સંભળાવી. 

પાકિસ્તાનને પરિણામો ભોગવવાની ધમકી આપીને અથવા લાગણીઓ દર્શાવીને કોઈ પરિણામ નહીં આવે. હવે કાયમી પાઠ ભણાવવા માટે સીધાં પગલાં લેવાનો સમય આવી ગયો છે. જાધવને વહેલામાં વહેલી તકે ભારતમાં પાછો લાવવો જોઈએ, એમ તેમણે બાંદરાના પોતાના નિવાસસ્થાન માતોશ્રી ખાતે પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું. ભારતમાં પાક રાજકારણીઓ અને કલાકારોને આવકાર આપવાનો વિરોધ કરાયો ત્યારે શિવસેનાની ટીકા કરવામાં આવી, પરંતુ આવી ઘટનાઓ બને ત્યારે અચાનક લોકોનો રાષ્ટ્રવાદ જાગી ઊઠે છે.

નોંધનીય રીતે ગઈકાલે સંસદના બંને ગૃહમાં વિદેશ બાબતોનાં મંત્રી સુષ્મા સ્વરાજ સહિત કોઈએ જ નિર્દોષ અપહરણ કરાયેલા ભારતીય જાધવને ન્યાય અપાવવા માટે ભારત તમામ પ્રયાસ કરશે એવું કહેવાની હિંમત બતાવી નથી. નવી દિલ્હીમાં એનડીએનાં ઘટકો સાથે આ સપ્તાહમાં શિવસેનાએ પણ બેઠકમાં હાજરી પુરાવી તે વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે શિવસેના- ભાજપના સંબંધો ધીમી ગતિએ યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. તેમણે આજે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વેન્ટિલેટર અને કાસવ ફિલ્મના કલાકારોનું સન્માન કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jadhav Death For Central Strict Action Against Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended