Home »Maharashtra »Latest News »Mumbai» India And UK Navy To Collaborate On New Defense Systems

મુંબઈ: દરિયાઈ સુરક્ષા વધારવા યુકે-ભારતીય નેવીનું આદાનપ્રદાન

Bhaskar News, Mumbai | Apr 14, 2017, 03:25 AM IST

  • મુંબઈ: દરિયાઈ સુરક્ષા વધારવા યુકે-ભારતીય નેવીનું આદાનપ્રદાન,  mumbai news in gujarati
મુંબઈ:બે દેશ વચ્ચે દરિયાઈ સુરક્ષા, નૌકા દળોનો સહકાર અને સંરક્ષણ વધારવા તથા ઈન્ડો- પેસિફિક પ્રદેશમાં મોજૂદ વાતાવરણમાં આપસી તાલમેલ ધારવા માટે યુનાઈટેડ કિંગડમ (યુકે) અને ભારતીય નૌકા દળ વચ્ચે આજે મહત્ત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. યુકેના સંરક્ષણ મંત્રી સર માઈકલ ફેલોનની આગેવાનીમં બાર સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે મુંબઈમાં ભારતીય નૌકા દળની મુલાકાતે આવ્યું હતું. આ સમયે વેસ્ટર્ન નેવલ કમાન્ડના પ્રમુખ વાઈસ એડમિરલ ગિરીશ લુથરા સાથે આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાનું આદાનપ્રદાન કરાયું હતું.
 
ડિફેન્સ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યુરિટી પાર્ટનરશિપ (ડીઆઈએસપી) 2015માં અધોરેખિત દરિયાઈ મુદ્દાઓ પર શું પ્રગતિ થઈ તેનું પણ આદાનપ્રદાન થયું હતું. યુકેના મોવડીઓએ ભારતની ઘરઆંગણે નિર્માણ કરાયેલી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ કોલકતાની મુલાકાત લીધી હતી. રોયલ નેવી અને ભારતીય નેવી વચ્ચે આપસી સન્માન, ભરોસો અને વ્યાવસાયિકતાના દીર્ઘ મજબૂત સંબંધો છે. બંને નેવી 2004થી કોંકણ નામે સંયુક્ત નેવલ કવાયત હાથ ધરે છે. 2017ની કવાયત મે 2017માં યુકેમાં યોજાશે. માર્ચ 2017માં રોયલ નેવીના ફર્સ્ટ લી લોર્ડ સર ફિલિપ જોન્સે મુલાકાત લીધી હતી, જેમાં બંને નેવી વચ્ચે વ્હાઈટ શિપિંગ માહિતીનું આદાનપ્રદાન થયું હતું. હવે સંરક્ષણ મંત્રીની મુલાકાતથી સંબંધો વધુ ગાઢ બન્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India and UK navy to collaborate on new defense systems
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended