Home »Maharashtra »Latest News »Mumbai» High Level Probe Ordered To Conflict Between Farmers And Police At Mumbai

મુંબઈ: મંત્રાલયમાં ખેડૂતને ધક્કે ચઢાવવાને મામલે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ

Bhaskar News, Mumbai | Mar 25, 2017, 03:54 AM IST

  • મુંબઈ: મંત્રાલયમાં ખેડૂતને ધક્કે ચઢાવવાને મામલે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ,  mumbai news in gujarati
મુંબઈ:મંત્રાલયમાં ગઈકાલે પોલીસ અને ખેડૂત વચ્ચે થયેલા સંઘર્ષની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આજે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. વિધાનસભામાં આ અંગે નિવેદન કરતાં ફડણવીસે જણાવ્યું હતું કે ખેડૂત રામેશ્વર ભુસારેની ગઈકાલે બપોરે મંત્રાલયના છઠ્ઠા માળે સિક્યુરિટીના કર્મચારીઓએ મારઝૂડ કરી હતી એવા અહેવાલો ખોટા છે.

કૃષિ વિભાગ અનુસાર ભરપાઈ પાકને નુકસાન માટે જ આપવામાં આવે છે

ખેડૂતે સલામતીની ફરજ બજાવતા પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. ખેડૂતને મારવામાં આવ્યો નહોતો. આમ છતાં ખેડૂતનો સંડોવણીના આ મામલામાં મેં ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. તેનો અહેવાલ વહેલામાં વહેલી તકે મારી પાસે સુપરત કરાશે. ખેડૂત ઔરંગાબાદ જિલ્લાના કન્નડ તાલુકાના ઘાટશેન્દ્ર ગામનો વતી છે, જે ગઈકાલે બપોરે રાજય સચિવાલયમાં આવ્યો હતો. ખેડૂતે 11 એપ્રિલથી 12 એપ્રિલ, 2015માં વાવાઝોડામાં થયેલા નુકસાન માટે ભરપાઈ માગતી અરજી કરી છે. તેણે અંગત બતકમાંથી ત્યાં શેડ નેટ ગોઠવી છે. જોકે કૃષિ વિભાગ અનુસાર ભરપાઈ પાકને નુકસાન માટે જ આપવામાં આવે છે.

આ ખેડૂતને સરકારી યોજનામાંથી ભંડોળનો ઉપયોગ કરીને શેડ નેટ બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે બેન્ક દ્વારા પૂછવામાં આવેલી લોનની રકમના 25 ટકાની પુન:ચુકવણી કરવાનો તેણે ઇનકાર કરી દીધો હતો, એવી માહિતી મુખ્ય મંત્રીએ વિધાનસભાને આપી હતી. ભુસારે મંત્રાલયના છઠ્ઠા માળે મુખ્ય મંત્રીને મળવા માટે આવ્યો હતો. જોકે પોલીસે તેને અહીંથી જતા રહેવા માટે કહ્યું હતું. આમ છતાં તે મુખ્ય મંત્રીને મળવું જ છે એવો આગ્રહ કરીને બેઠો હતો. દરમિયાન ખેડૂતે સામે હુમલો કર્યો હતો. તેની પર પોલીસે હુમલો કર્યો નહોતો.દરમિયાન આ મામલે આજે વિરોધી પક્ષના નેતાઓએ મરીન ડ્રાઈવ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: High Level Probe Ordered to Conflict Between Farmers and Police at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended