Home »Maharashtra »Latest News »Mumbai» High Court Dismissed The Application Mahadev Jankar In Mumbai

મુંબઈ: હાઈકોર્ટે અરજી નકારતાં મહાદેવ જાનકરની મુસીબત વધી જશે

Bhaskar News, Mumbai | Dec 17, 2016, 03:51 AM IST

  • મુંબઈ: હાઈકોર્ટે અરજી નકારતાં મહાદેવ જાનકરની મુસીબત વધી જશે,  mumbai news in gujarati
મુંબઈ:વડસા દેસાઈગંજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર મોટવાનીના ચૂંટણી ચિહન માટે દબાણ લાવવાનો આરોપ પશુ અને દુગ્ધસંવર્ધન મંત્રી મહાદેવ જાનકર પર થઈ રહ્યો છે ત્યારે ચૂંટણી આયોગે ઠપકો મૂક્યા પછી તેમણે કરેલી અરજી હાઈકોર્ટે નકારી કાઢી છે, તેથી જાનકરની મુશ્કેલી વધવાનાં ચિહનો છે. જાનકરે ચૂંટણી નિર્ણય પ્રક્રિયામાં દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોવાથી તેમની સામે એફઆઈઆર દાખલ કરવાનો પત્ર ગઢચિરોલી જિલ્લાધિકારીને મોકલાયો છે.

જાનકરે આ સામે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠ સામે અરજી કરી હતી, જેમાં હસ્તક્ષેપ કરવાનો હાઈકોર્ટે શુક્રવારે ઈનકાર કર્યો હતો. આથી તેમણે અરજી પાછી ખેંચી લેવી પડી છે. પરીણામે જાનકર સામે કાર્યવાહી થઈ શકે છે. ઉપરાંત વિરોધી પક્ષો આ વાતને લઈને તેમને નિશાન બનાવે તેવી શક્યતા છે. પાલિકાની ચૂંટણીમાં મોટવાનીને અમુક ચૂંટણી ચિહન આપો એવી માગણી કરવી લોકહિતનું કામ કઈ રીતે હોઈ શકે એવો પ્રશ્ન ચૂંટણી આયોગે કર્યો છે. કેબિનેટ મંત્રીપદ સંભાળતી એક વ્યક્તિ આ રીતે દબાણ લાવે તે અયોગ્ય હોઈ તેમના વિરુદ્ધ ગુનો શા માટે દાખલ ન કરવો જોઈએ એવો પ્રશ્ન પણ ચૂંટણી આયોગના પ્રમુખ જે. એસ. સહારિયાએ કર્યો હતો. જાનકરના કથિત હસ્તક્ષેપ વિશે ખુલાસો મગાયો હતો. જાનકરના ખુલાસાથી આયોગને સંતોષ થયો નહોતો.

ખુલાસામાં જાનકરે એવું કહ્યું કે સાર્વજનિક કરામો માટે હું વડસા દેસાઈગંજ ગયો હતો ત્યારે મોટવાની મને મળવા આવ્યો હતો. કોંગ્રેસ મારી પર દબાણ લાવતી હોવાથી મને રક્ષણ આપો, મને તે પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ન હોઈ અપક્ષ તરીકે કપરકાબીના ચિહન પર ચૂંટણી લડવી છે એવું તેણે મને કહ્યું હતું. મોટવાનીની માગણી યોગ્ય જણાતાં મનેં ચૂંટણી નિર્ણય અધિકારીને ફોન કર્યાનું જાનકરે ખુલાસામાં જણાવ્યું હતું. મેં આચારસંહિતાનો ભંગ કર્યો નથી, પરંતુ તે ઉમેદવારને રક્ષણ આપો એવું પત્રમાં જણાવ્યું હતું.

દરમિયાન વાસ્તવમાં મોટવાનીએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. તેની પુત્રવધૂ આ પ્રક્રિયામાં ઉમેદવાર હતી. એક વાર એક પક્ષ તરફથી અરજી ભર્યા પછી આ રીતે દબાણ લાવવાનું યોગ્ય નથી, એવું આયોગે નોંધ્યું છે. કોંગ્રેસ નેતા રાજેશ શર્માએ આ અંગે કરેલી ફરિયાદની નોંધ લેવી એવું આયોગે જિલ્લાધિકારી અને ચૂંટણી નિર્ણય અધિકારીને જણાવતાં જાનકરની અડચણો વધવાના સંકેત મળી રહ્યા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: High Court dismissed the application Mahadev Jankar in Mumbai
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext