Home »Maharashtra »Latest News »Mumbai» Government Explain To Farmers Cannot Be Beaten In Ministry

મંત્રાલયમાં ખેડૂતની મારપીટ થઈ જ નથી: સરકારનો ખુલાસો

Bhaskar News, Mumbai | Apr 02, 2017, 04:26 AM IST

  • મંત્રાલયમાં ખેડૂતની મારપીટ થઈ જ નથી: સરકારનો ખુલાસો,  mumbai news in gujarati
મુંબઈ:કરા પડવાને કારણે થયેલ નુકસાનના વળતરની માગણી માટે આવેલા મરાઠવાડાના રામેશ્વર ભુસારે નામના ખેડૂતની મંત્રાલયમાં પોલીસે મારપીટ કરી નથી. ભુસારેએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. તેમની નુકસાન વળતરની માગણી અવ્યવહારુ હતી. બેંક તરફથી કરજ ન મળવાથી તેઓ નિરાશ થયા હતા એમ સ્પષ્ટ કરતા આ ખેડૂતને બેંક પાસેથી કરજ મેળવી આપવા રાજ્ય સરકાર તમામ મદદ કરશે એવી ખાતરી ગૃહ રાજ્યમંત્રી ડોકટર રણજીત પાટીલે વિધાન પરિષદમાં આપી હતી. 

23 માર્ચના રામેશ્વર ભુસારે નામના ખેડૂતની મંત્રાલયમાં સુરક્ષાની ડ્યુટી બજાવતા પોલીસે મારપીટ કરી હતી. વિરોધી પક્ષના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં જઈને આ મારપીટનો જવાબ માગ્યો હતો. તેથી આ પ્રકરણ રાજ્યમાં ગાજ્યુ હતું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. એનો અહેવાલ ગૃહ રાજ્યમંત્રી ડોકટર રણજીત પાટીલે વિધાન પરિષદમાં રજૂ કર્યો હતો. 

તેમના નિવેદન પર વિરોધી સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. આ ખેડૂતની મારપીટ સંદર્ભે વિરોધી પક્ષોના વિધાનસભ્યો મરીનડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યારે ભુસારેની મારપીટ કરનારા પોલીસ પર ગુનો નોંધવામાં આવશે એવું વચન પોલીસ અધિકારીઓએ આપ્યું હતું. પણ ગુનો શા માટે દાખલ કર્યો નહીં એનો ખુલાસો કરવાની માગણી કોંગ્રેસના શરદ રણપીસેએ કરી હતી.

રાજ્ય સહકારી બેંકોની તપાસ

રાજ્ય સહકારી બેંકોમાં ભ્રષ્ટાચારના લગભગ 2 હજાર પ્રકરણોની તપાસ થઈ રહી છે. આ તપાસ સમયસર થાય એ માટે નિવૃત જજની નિમણુક કરવામાં આવશે એમ સહકાર મંત્રી સુભાષ દેશમુખે વિધાનસભામાં પ્રશ્નોતરના સમયે જણાવ્યું હતું. આ સંદર્ભે વિધાનસભા સભ્ય જયપ્રકાશ મુંદડાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. એમને દેશમુખે જવાબ આપ્યો હતો. સહકાર આયુક્ત અને નિબંધક, સહકારી સંસ્થા, પુણેએ તપાસ પૂરી કરવા માટે 22 નવેમ્બર 2016 સુધી મુદતવધારો આપ્યો હતો. 

આ પ્રકરણમાં કોર્ટનો સ્ટે હોવાથી તપાસ સમયસર પૂરી થવામાં વિલંબ થયો હતો. એથી એક વર્ષનો મુદતવધારો આપવો એવી વિનંતી તપાસ અધિકારીઓએ કરી હતી. પણ આ તપાસને હજી મુદતવધારો આપવામાં આવ્યો નથી. તેથી આ તપાસ સમયસર પૂરી થાય એ માટે નિવૃત જજની નિયુક્તી કરવામાં આવશે. એમાં લગભગ ભ્રષ્ટાચારના 2 હજાર પ્રકરણોનો સમાવેશ છે. આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને કોઈ જાતનું સંરક્ષણ આપવામાં નહીં આવે એમ દેશમુખે જણાવ્યું હતું.  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government Explain to Farmers Cannot Be Beaten in Ministry
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended