Home »Maharashtra »Latest News »Mumbai» 836 Crore Rupees Money Laundering Case, Two Man Arrested From Maharastra And Gujarat

મુંબઈ: રૂ. 836 કરોડના કૌભાંડમાં EDએ કરી સુરતના ઉદ્યોગપતિની ધરપકડ

Bhaskar News, Mumbai | May 11, 2017, 02:54 AM IST

  • આર સી બૈદ મેસર્સ સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક લિમિટેડનો પ્રમોટર અને ડાયરેક્ટર છે
મુંબઈ:મની લોન્ડરિંગ કેસની તપાસમાં ઈડીએ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી બે જણની ધરપકડ કરી છે. સૌપ્રથમ કેસમાં ઈડીએ સુરત સ્થિત આર. બૈદની રૂ. 836.29 કરોડની બેન્ક ઓફ મહારાષ્ટ્ર લોન ઠગાઈ કેસમાં મની લોન્ડરિંગ કરવામાં ભૂમિકા માટે ધરપકડ કરી છે. તેના પર ‘ચાલક સે માલક’ સ્કીમ હેઠળ ડ્રાઇવરોના નામે વાહનોની ખરીદી માટે કરોડોની લોન લઈ છેતરપિંડી કર્યાંનો આક્ષેપ છે. બૈદ મેસર્સ સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક લિમિટેડનો પ્રમોટર અને ડાયરેક્ટર છે.
 
બૈદના નિર્દેશથી તેના ડ્રાઈવરો માટે ચાલક સે માલક નામે યોજના માટે બેન્ક સત્તાએ વિવિધ કંપનીઓને વાહનોની ખરીદી માટે રૂ. 836.29  કરોડની લોનની રકમ વિતરણ કરી હતી. આ કંપનીઓને લોનના વિતરણ પછી લોનનાં નાણાં અસંરક્ષિત લોન અને ઠગાઈયુક્ત લેણદેણો થકી ગ્રૂપની સહયોગી કંપનીઓની ચેઈન મારફત વહેંચવામાં આવ્યાં હતાં. નકલી દસ્તાવેજો પરથી બેન્ક પાસેથી લોનનાં નાણાંથી મની લોન્ડરિંગ કરવાના ગુનાહિત કૃત્યની પાછળ બૈદ સૂત્રધાર હોવાનું કહેવાય છે, એમ ઈડીએ જણાવ્યું છે.
 
બૈદે પરીવારના સભ્યોને સેંકડો કંપનીઓમાં ડાયરેકટર બનાવ્યાં આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 836 crore rupees money laundering case, Two man arrested from Maharastra and Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended