Home »Maharashtra »Latest News »Mumbai» Disputes Of Shiv Sena MLA Controversial Statement At Mumbai

આખા મહારાષ્ટ્રને ભિખારી બનાવીશ, શિવસેના વિધાનસભ્યની તુમાખીથી વિવાદ

Bhaskar News, Mumbai | Mar 10, 2017, 03:32 AM IST

  • આખા મહારાષ્ટ્રને ભિખારી બનાવીશ, શિવસેના વિધાનસભ્યની તુમાખીથી વિવાદ,  mumbai news in gujarati
મુંબઈ:ભાજપ વિધાનસભ્ય પ્રશાંત પરિચારકે સરહદ પરના જવાનોની પત્ની વિશે વિવાદાસ્પદ વક્તવ્ય કરવાથી વિધાનસભામાં જોરદાર હંગામો ચાલુ હોઈ બીજી તરફ શિવસેનાના વિધાન પરિષદના વિધાનસભ્ય તાનાજી સાવંતના વાંધાજનક વક્તવ્યનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. એક વાર હું મહારાષ્ટ્રને ભિખારી બનાવીશ પણ હું ભિખારી થઈશ નહીં એવું વક્તવ્ય સાવંતે એક મેળાવડાને સંબોધિત કરતા કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. તેથી સાવંત અડચણમાં મૂકાય એવી શક્યતા છે. 

ચૂંટણીમાં પ્રચાર દરમિયાન બોલતા સાવંતનો જીભ પર કાબૂ રહ્યો નહોતો

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન બોલતા સાવંતનો જીભ પર કાબૂ રહ્યો નહોતો. સો-દોઢસો કરોડ રૂપિયાનું કારખાનુ ખરીદી કરવા મને કંઈ ઝાઝું લાગતું નથી. કેટલાક લોકોની ગેરસમજ થઈ હશે કે તાનાજી સાવંત ભિખારી થઈ ગયો છે. પણ એવું કંઈ નથી. આ ગેરસમજ દૂર કરો. હું મહારાષ્ટ્રને ભિખારી બનાવીશ પણ તાનાજી સાવંત કયારેય ભિખારી નહીં બને એમ સાવંત બોલતા હોવાનું વિડિયોમાં દેખાય છે. મહારાષ્ટ્ર માટે તેમણે કરેલા આ વક્તવ્ય પરથી તેમના પર ચારેકોરથી ટીકા થઈ રહી છે. જો કે સાવંતે પોતે આવું કંઈ બોલ્યા નથી એમ જણાવતા ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો છે. 

સોશિયલ મિડિયા પર આ વિડિયો વાયરલ થતા જ તાનાજી સાવંતે આ બાબતે ખુલાસો કર્યો હતો. મારા વક્તવ્યનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મારા ભાષણમાંનું જોઈએ એટલું જ વક્તવ્ય દેખાડીને મારી બદનામી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ ભાષણ સાંભળ્યા વિના મારા ખુલાસાનો અર્થ નહીં રહે એમ તેમણે જણાવ્યું હતું. 

બિનશરતી માફી

મને જાણીજોઈને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. છતાં મારા વક્તવ્યને કારણે મહારાષ્ટ્રની ભાવનાને ઠેસ પહોંચી હોય તોે હું બિનશરતી માફી માગું છું એમ જણાવતા તાનાજી સાવંતે આ વિવાદ પર પડદો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. 

તાનાજીની સંપત્તિ કેટલી?

ચૂંટણીના એફિડેવિટમાં તાનાજી સાવંતે 115 કરોડ રૂપિયાની સંપતિ જાહેર કરી હતી. સૌથી વધુ સંપત્તિ જાહેર કરનારા ત્રણ વિધાનસભ્યોમાં તાનાજી એક છે. તેમની જંગમ મિલકત 72 કરોડ 40 લાખ 55 હજાર 644 રૂપિયા અને સ્થાવર મિલકત 43 કરોડ 5 લાખ રૂપિયા છે. પુણેમાં જેએસપીએમ નામથી 4 શૈક્ષણિક સંકુલ છે. તેઓ 4 ખાનગી કારખાનાના માલિક છે. ઉસ્માનાબાદ જિલ્લાના સોનારીમાં, સોલાપુર જિલ્લામાં લુંગી અને વિહાળમાં તથા ઉસ્માનાબાદનું વાશી સહકારી કારખાનુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Disputes of Shiv Sena MLA Controversial Statement at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended