Home »Maharashtra »Latest News »Mumbai» Deadly Attack On Journalist Of DNA At Mumbai

મુંબઈ: DNA ના પત્રકાર પર જીવલેણ હુમલો, CMની કાર્યવાહીની ખાતરી

Bhaskar News, Mumbai | Apr 01, 2017, 04:33 AM IST

  • મુંબઈ: DNA ના પત્રકાર પર જીવલેણ હુમલો, CMની કાર્યવાહીની ખાતરી,  mumbai news in gujarati
મુંબઈ:ડીએનએ અંગ્રેજી અખબારમાં પત્રકાર સુધીર સૂર્યવંશી પર નવી મુંબઈના ખારઘરમાં આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈ વિવિધ પત્રકાર સંઘોએ વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન પત્રકારો પર થતા હુમલા કરનાર દોષીઓ સામે કાર્યવાહી કરવા માટે મંત્રાલય પત્રકાર સંઘે આજે મુખ્ય મંત્રીની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

ખારઘર પાસે બુકાની ધારીઓએ હોકી સ્ટીક મારી

ખારઘર સેક્ટર 12માં ચતુર્ભુજ બિલ્ડિંગ નજીક મોઢે રૂમાલ બાંધીને આવેલા હુમલાખોરોએ હોકી સ્ટિકથી સૂર્યવંશી પર હુમલો કર્યો હતો, જેમાં તેમને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમને નજીકની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી એમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન ઝી 24 તાસના સંપાદક ડો. ઉદય નિરગુડકર અને દૈનિક ભાસ્કરના પત્રકાર વિનોદ યાદવ પર થયેલા હુમલા અંગે મંત્રાલય પત્રકાર સંઘના પ્રતિનિધિઓ આજે મુખ્ય મંત્રીને મળ્યા હતા.

તેમણે ગંભીર નોંધ લઈને દોષીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પ્રતિનિધિઓમાં સંઘના અધ્યક્ષ દિલીપ સપાટે, કાર્યવાહ વિવેક ભાવસાર, પત્રકાર હુમલા વિરોધી કૃતિ સમિતિના અધ્યક્ષ એસ. એમ. દેશમુખ, કિરણ ઈક, રાજ્ય અધિસ્વીકૃતિ સમિતિના અધ્યક્ષ યદુ જોશી, વિનોદ જગદાળે, વિજય સિંહ હાજર હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deadly Attack On Journalist of DNA at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended