Home »Maharashtra »Latest News »Mumbai» Credai Will Create 250 Affordable Housing Projects In The Country

મુંબઈ: ક્રેડાઈ દેશમાં 250 એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવશે

Bhaskar News, Mumbai | Apr 05, 2017, 03:30 AM IST

  • મુંબઈ: ક્રેડાઈ દેશમાં 250 એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવશે,  mumbai news in gujarati
મુંબઈ: ‘હાઉસિંગ ફોર ઓલ’ના સરકારના ધ્યેયને મજબૂત ટેકો જાહેર કરતાં ક્રેડાઈએ આજે ઈલેક્ટ પ્રેસિડેન્ટ જક્ષય શાહની આગેવાનીમાં ભારતમાં 250 એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટો લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનું લક્ષ્ય ક્રેડાઈ નેશનલ દ્વારા રજૂ કરાયેલી માર્ગદર્શિકા મુજબ ક્રેડાઈના રાજ્ય અને શહેરના વિવિધ ચેપ્ટરોના ઉપલક્ષ્યમાં ક્રેડાઈના સભ્યો મારફત 200થી વધુ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોડેક્ટો લોન્ચ કરવાનું છે.

રિયલ્ટી ઉદ્યોગમાં વૃદ્ધિ પ્રેરિત કરવા એફોર્ડેબિલિટી પર ભાર અપાશે

આ ઝુંબેશ થકી ક્રેડાઈનું લક્ષ્ય એફોર્ડેબલ હાઉસિંગની નોંધનીય ઈન્વેન્ટરી નિર્માણ કરવાનું છે, જેથી ગ્રાહકો અને તેના સભ્ય ડેવલપરો સેગમેન્ટ માટે જાહેર કરવામાં આવેલાં વિવિધ સરકારી પ્રોત્સાહનોમાંથી લાભ લેશે અને દેશમાં હાઉસિંગની અછતને પહોંચી વળશે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વિતીય સૌથી વિશાળ નોકરી નિર્મિતીકાર છે, જેનું ભારતની જીડીપીમાં 9 ટકાનું યોગદાન છે. ભારતમાં કૃષિ પછી મોસમી રોજગારી પ્રદાતામાં તે દ્વિતીય સ્થાને આવે છે. તે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ 45 મિલિયન લોકોને રોજી આપે છે.

આગામી વર્ષોમાં રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર ભારતમાં મુખ્ય રોજી નિર્મિતીકાર બનવા માટે સજ્જ હોવાથી 2013-2022 સુધી આવશ્યક માનવ સંસાધનમાં મહત્તમ વધારો નોંધાવશે, એમ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (એનએસડીસી) જણાવ્યું હતું, કારણ ક મકાન, બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 2022 સુધીમાં 76.5 મિલિયન શ્રમિકોની અંદાજિત જરૂર પડવાની છે અને એફોર્ડેબલ હાઉસિંગ હાલમાં 29 મિલિયન પરથી 2030 સુધી 38 મિલિયન કાર્યબળનો આંક પર કરવાની અપેક્ષા છે. ખાસ કરીને ઉદ્યોગમાં તે મુખ્ય નોકરી નિર્મિતીકાર બની રહેશે એવો અંદાજ છે.

4 મુખ્ય પાયા પર કામ

રિયલ એસ્ટેટ ઉદ્યોગની આ સંભાવનાઓને ધ્યાનમાં લેતાં ક્રેડાઈ સરકારનો આ ધ્યેય સફળ બનાવવા માટે તેના સભ્ય ડેવલપરોને હાઉસિંગ ફોર ઓલ ધ્યેયમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે અને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટો હાથમાં લેવા માટે ભેગા કરી રહી છે. આ સાથે ક્રેડાઈ આ ક્ષેત્રમાં ઉદ્યોગ અને રોકાણ વિકલ્પ તરીકે પણ સંપૂર્ણ સંભાવનાઓને લાભ લેવા માટે એફોર્ડેબલ હાઉસિંગને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરજ્જો અપાવવા, આરઈઆરએ અને જીએસટી જેવી મજબૂત પ્રક્રિયાઓ અને નવી નીતિની સુધારણાનું મૂલ્ય પણ સમજે છે. આ સંબંધમાં જક્ષય શાહની ટીમ એફોર્ડેબિલિટી, ઉત્તરદાયિત્વ, રોજગારી અને મહેસૂલી નિર્મિતીના ચાર મુખ્ય પાયા પર એકત્રિત કામ કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Credai Will Create 250 Affordable Housing Projects In The Country
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended