Home »Maharashtra »Latest News »Mumbai» Congress Rules Out Supporting Shiv Sena To Capture Power At BMC

મુંબઈ: શિવસેના સાથે યુતિ કરવા મુદ્દે કોંગ્રેસમાં મતભેદ, સમર્થન આપશે તો પક્ષ માટે તે ઘાતક

Bhaskar News, Mumbai | Feb 26, 2017, 01:49 AM IST

  • મુંબઈ: શિવસેના સાથે યુતિ કરવા મુદ્દે કોંગ્રેસમાં મતભેદ, સમર્થન આપશે તો પક્ષ માટે તે ઘાતક,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈ મહાપાલિકામાં સત્તા સ્થાપવા માટે ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસમાં મતભેદો ઊભા થયા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચવાણે શિવસેનાને શરતી ટેકો આપવાનું જણાવ્યા બાદ શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામત અને સંજય નિરુપમે આ જોડાણનો વિરોધ કર્યો છે. ગુરુદાસ કામતે તો ત્યાં સુધી જણાવ્યું છે કે જો કોંગ્રેસ શિવસેનાને સમર્થન આપશે તો પક્ષ માટે તે ઘાતક સાબિત થશે અને જનતા આપણને ક્યારેય માફ નહીં કરે. મુંબઈ મહાપાલિકામાં ભાજપને તેનો મેયર બનાવતા રોકવા માટે કોંગ્રેસ નેતાઓએ શિવસેનાને સમર્થન આપવાની વાત કરી તો પક્ષના વરિષ્ઠ નેતાઓએ તેનો વિરોધ કર્યો અને હાઈકમાન્ડને તેની જાણ પણ કરી છે.
 
પક્ષના ભૂતપૂર્વ શહેર પ્રમુખ ગુરુદાસ કામતે કહ્યું કે શિવસેનાને સમર્થન આપવું પક્ષ માટે ઘાતક સાબિત થઈ શકે છે. શિવસેના અને ભાજપ હંમેશા વિભાજનનું રાજકારણ કરે છે અને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. હવે આવા પક્ષને સમર્થન આપીશું તો જનતા આપણને માફ નહીં કરે. કામે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને તેમને આ સમગ્ર બાબતની માહિતી આપી દીધી છે અને પોતાનું મંતવ્ય પણ જણાવ્યું છે. બીજી બાજુ સંજય નિરુપમે પણ દાવો કર્યો હતો કે મુંબઈમાં ટેકો મેળવવા માટે શિવસેનાએ અમારો સંપર્ક કર્યો હતો પણ અમે તેમને ટેકો નહીં આપીએ. ઉપરાંત મુંબઈ મહાપાલિકામાં સત્તા સ્થાપવા માટે અન્ય કોઈ વિકલ્પ છે કે નહીં એ જોશું એમ પણ તેમણે જણાવ્યું હતું.
 
મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપનાર સંજય નિરુપમે શનિવારે કોંગ્રેસના વિજયી નગરસેવકોની મુલાકાત લઈને તેમને અભિનંદન આપ્યા હતા. એ સમયે બોલતા નિરુપમે આ દાવો કર્યો હતો. શિવસેનાને ટેકો આપવા બાબતે ચર્ચાઓ ચાલતી હોઈ એમ થશે નહીં એવી સ્પષ્ટતા તેમણે કરી હતી. ભાજપ અથવા શિવસેનાને ટેકો આપવાનો પ્રશ્ન જ નથી. તેથી કોઈ નવા સમીકરણ શક્ય થાય છે કે એનો પ્રયત્ન કરશું. જનતાએ અમારા વિરોધમાં કોલ આપ્યો છે. તેથી શિવસેનાને ટેકો આપવાનો સવાલ જ ઊભો થતો નથી એમ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચવ્હાણે શિવસેનાને સમર્થન આપવાની વાત કરી હતી. જોકે તેમણે શરત મૂકી હતી કે શિવસેના રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની ભજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચે. પરંતુ કામત ઉપરાંત પૃથ્વીરાજ ચવ્હાણે પણ શિવસેનાને ટેકો આપવાનો વિરોધ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress rules out supporting Shiv Sena to capture power at BMC
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended