Home »Maharashtra »Latest News »Mumbai» Congress Is Most Corrupt Party Will Not Do Alliance Said BJP At Mumbai

કોંગ્રેસ સૌથી ભ્રષ્ટ, યુતિ નહીં: ‌BJP; આ લહેર PM મોદીના વિકાસની- મુખ્યમંત્રી

Bhaskar News, Mumbai | Feb 26, 2017, 02:00 AM IST

  • કોંગ્રેસ સૌથી ભ્રષ્ટ, યુતિ નહીં: ‌BJP; આ લહેર PM મોદીના વિકાસની- મુખ્યમંત્રી,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈ મહાપાલિકામાં સત્તા માટે કોંગ્રેસ જેવા કોઈ પણ પક્ષ સાથે ચર્ચા નહીં કરીએ અને સમજૂતીનો પ્રશ્ન જ ઊભો થતો નથી એવી ભાજપની ભૂમિકા હોવાનું ભાજપ મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે જણાવ્યું હતું. બીજી તરફ મુંબઈ મહાપાલિકામાં કારભાર પારદર્શક જ હોવો જોઈએ એ મુદ્દા પર ભાજપ મક્કમ છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. શિવસેના બાબતે ભાજપની ભૂમિકા વિશે તેમણે કંઈ જ જણાવ્યું નહોતું. ભાજપની કોર કમિટીની બેઠક શુક્રવારે મોડી રાત્રે યોજાઈ હતી. આ બેઠક પછી શેલારે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. આ બેઠકમાં પક્ષના તમામ વિધાનસભ્યો, પદાધિકારીઓએ ચૂંટણીમાં ભાજપની કામગિરી વિશે પોતપોતાની ભૂમિકા સ્પષ્ટતાથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે સમક્ષ રજૂ કરી હતી. જે સીટો જીતી શક્યા નથી એનું વિશ્લેષણ પણ તેમની પાસેથી મુખ્યમંત્રીએ લીધું હતું એવી માહિતી શેલારે આપી હતી.
 
મુંબઈ મહાપાલિકામાં સત્તા માટે કોંગ્રેસ સાથે ચર્ચા કરશું નહીં એમ સ્પષ્ટ કરતા મેયર પદની ચૂંટણી માટે કોંગ્રેસના વિકલ્પ બાબતે ભાજપ તરફથી પૂર્ણવિરામ મૂક્યું હતું. પારદર્શકતાનો મુદ્દો અચલ હોવાનું જણાવતા શિવસેના સાથે ચૂંટણી પહેલાં થયેલા મતભેદો હજી પણ છે એમ સૂચવ્યું હતું. દરમિયાન રાજ્યની જિલ્લા પરિષદો અને મહાપાલિકાઓની ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવ્યા પછી ભાજપે શનિવારે નરિમાન પોઈંટ ખાતે વિજય રેલી આયોજિત કરી હતી. અમારો વિજય લહેરથી થયો એમ લોકો જણાવે છે. પણ આ લહેર વિકાસની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદષ્ટિની હોવાનું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સમયે જણાવ્યું હતું.
 
અમારી જીત લહેરથી પણ આ લહેર વિશ્વાસની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશ્વાસની લહેર તૈયાર કરી છે. શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર બધાએ જ ભાજપ પર વિશ્વાસ દેખાડ્યો છે. મોદીએ પ્રામાણિકતાનું રાજકારણ શરૂ કર્યું છે. એને દેશભરમાંથી સાથ મળી રહ્યો છે એમ જણાવતા જ મુખ્યમંત્રીએ કોંગ્રેસ ભેગા નહીં થઈએ એમ સ્પષ્ટ કર્યું હતું. કંઈ પણ થશે તોય કોંગ્રેસ સાથે નહીં જઈએ. જેને જવું હોય તેમને અમે રોકશું નહીં એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ વિજય રેલીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપ પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે, મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર અને અનેક નેતાઓ ઉપસ્થિત હતા.
 
રાજ્યની 25 જિલ્લા પરિષદો અને 10 મહાપાલિકાઓની ચૂંટણીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સભાઓ લીધી હતી. પારદર્શક કારભારનો મુદ્દો લઈને ચૂંટણીના મેદાનમાં ઉતરેલા મુખ્યમંત્રીને રાજ્યભરમાં મતદારોએ મોટા પ્રમાણમાં મત આપ્યા હતા. એ જ બળથી ભાજપે રાજ્યમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી. મુંબઈ અને થાણે છોડીને અન્ય આઠેય મહાપાલિકાઓમાં ભાજપ નંબર વન પક્ષ બન્યો. મુંબઈમાં પણ ભાજપે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. 31 સીટ પરથી આ વખતની ચૂંટણીમાં 81 સીટ મેળવવાની મોટી છલાંગ લગાવી છે.
 
રાયગઢ જઈને શિવાજી મહારાજના આશીર્વાદ

એ પહેલાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સવારના રાયગઢ જઈને છત્રપતિ શિવાજી મહારાજનું અભિવાદન કર્યું હતું. એ સમયે પણ તેમની સાથે  ભાજપ પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે, મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર, સુધીર મુનગંટીવાર વગેરે નેતાઓ ઉપસ્થિત હતા. છત્રપતિ શિવાજી મહારાજે પ્રજાનું રાજ્ય સ્થાપ્યું હતું. તેમની પાસેથી પ્રેરણા લેવા માટે અમે રાયગઢ આવીને આશીર્વાદ લીધા છે એવી ભાવના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress is most Corrupt Party will not do alliance said BJP at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended