Home »Maharashtra »Latest News »Mumbai» Challenge To Opposition Party And BJP For Achieve The Majority Of The Legislature At Mumbai

વિધાનમંડળમાં બહુમતી સિદ્ધ કરવા માટે વિરોધી પક્ષને ભાજપને પડકાર

Bhaskar News, Mumbai | Mar 16, 2017, 02:52 AM IST

  • વિધાનમંડળમાં બહુમતી સિદ્ધ કરવા માટે વિરોધી પક્ષને ભાજપને પડકાર,  mumbai news in gujarati
મુંબઈ:રાજ્યમાં ભાજપના નેજા હેઠળની સરકારને શિવસેના ટેકો આપે છે કે કેમ તે વિશે શંકા ઉપસ્થિત કરીને વિધાન પરિષદમાં વિપક્ષી નેતા ધનંજય મુંડેએ આજે વિધાનમંડળમાં ભાજપને બહુમતી સિદ્ધ કરવા માટે પડકાર્યો હતો. રાજ્યપાલ વિદ્યાસાગર રાવના 6 માર્ચે પ્રથમ દિવસે થયેલા ભાષણ પર આભાર વ્યક્ત કરતો ઠરાવ પર ચર્ચા માટે આજે ગૃહનું કામકાજ શરૂ થયું ત્યારે મુંડેએ જણાવ્યું હતું કે જો શિવસેના સરકારને ટેકો આપતી ન હોય અને ખેડૂતોને લોન માફી માટે માગણી કરતી હોય તો રાજ્યપાલનું ભાષણ ગેરબંધારણીય ઠરે છે.

યુતિના બંને ભાગીદારો શક્ય ખરાબ રીતે એકબીજા સાથે લડી રહ્યા છે અને આરોપબાજી ચલાવી રહ્યા છે. શિવસેના હવે વિરોધી પક્ષની લોન માફીને પણ ટેકો આપી રહી છે. આ જોતાં સરકારે ગૃહમાં બહુમતી સિદ્ધ કરવી જોઈએ અને તે આવું  નહીં કરે ત્યાં સુધી રાજ્યપાલનું ભાષણ ગેરબંધારણીય રહેશે. કોંગ્રેસના નેતા નારાયણ રાણેએ પણ સરકાર લઘુમતીમાં છે એવું જણાવ્યં હતું. ડેપ્યુટી ચેરમેન માણિકરાવ ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેના સરકારનો હિસ્સો છે જ. વિરોધ પક્ષોએ જોકે શોરબકોર ચાલુ રાખતાં અડધો કલાક માટે ગૃહ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Challenge to Opposition Party and BJP For Achieve the Majority of the Legislature at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended