Home »Maharashtra »Latest News »Mumbai» Centeral Final Approval For The Rs 12 Thousand Crore Sea Route Project In Mumbai

મુંબઈ: 12,000 કરોડના દરિયાઈ માર્ગ પ્રકલ્પને કેન્દ્રની આખરી મંજૂરી

Bhaskar News, Mumbai | May 13, 2017, 04:46 AM IST

  • મુંબઈ: 12,000 કરોડના દરિયાઈ માર્ગ પ્રકલ્પને કેન્દ્રની આખરી મંજૂરી,  mumbai news in gujarati
મુંબઈ:શહેરના મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રૂ. 12,000 કરોડના ટોલ ફ્રી દરિયાઈ માર્ગને કેન્દ્રના પર્યાવરણ ખાતાની આખરી મંજૂરી મળી ગઈ છે. આ 30 કિમી લાંબો દરિયાઈ માર્ગ બે તબક્કામાં બાંધવામાં આવશે. પ્રથમ તબક્કો દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવથી બાંદરાના કાર્ટર રોડ સુધી રહેશે, જ્યારે બીજો તબક્કો બાંદરાથી કાંદિવલી દરિયાઈ માર્ગ રહેશે. આ તબક્કાને પણ બીજો સી-લિંક મળવાની શક્યતા છે.

- 30 કિમી લાંબો દરિયાઈ માર્ગ બે તબક્કામાં બંધાશે

નેપિયનસી રોડ હાજી અલીથી પ્રકલ્પ પર બાંધકામ શરૂ થશે. મહાપાલિકા પ્રકલ્પની અમલબજાવણી કરશે. પ્રોજેક્ટ માટે આખરીરેખા બાંધકામ શરૂ થયા પછી નક્કી કરાશે. દક્ષિણ મુંબઈને પશ્ચિમ પરાં સાથે જોડતા વધુ એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું કાર્ય શરૂ થયું છે અને બંને પ્રોજેક્ટો માર્ગો પરનું દબાણ અને રેલ નેટવર્ક પરનું દબાણ ઓછું કરશે એવું અપેક્ષિત છે. હાલમાં રસ્તા  અને રેલ માર્ગે પ્રવાસ વધુ પડતો ગીચ બની ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું કે વિકાસ એકધારી પ્રક્રિયા છે અને કોંગ્રેસ- એનસીપી શાસનમાં અનેક પ્રકલ્પ પૂર્ણ કરાયા છે, પરંતુ અમે વિરોધીઓની ક્યારેય અવગણના કરી નથી.

જોકે આમ છતાં આ પ્રકલ્પ માટે સરકારને અભિનંદન છે, કારણ કે અમે લોકો માટે વિકાસ ચાહીએ છીએ. જોકે છેલ્લાં બે વર્ષથી અમે ગાજાવાજા જ જોઈ રહ્યા છે અને કામો શરૂ થયાં નથી તે દુ:ખની વાત છે. સન્માનનીય મુખ્ય મંત્રીએ ઈન્દુ મિલની જમીન પર બાબાસાહેબ આંબેડકર સ્માર અને અરબી સમુદ્રમાં શિવાજી સ્મારક વિશે ગાજાવાજા કર્યા પછી શું થયું તેનો ઉત્તર આપવો જોઈએ. નોંધનીય છે કે મુંબઈ શહેર તેની મર્યાદાની બહાર ખેંચાઈ ગયું હોવાથી પ્રવાસમાં આસાની માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. દરિયાઈ માર્ગ પ્રકલ્પ બધા પક્ષોના ચૂંટણીપ્રચારમાં છાશવારે જોવા મળ્યો છે. આ માર્ગમાં મેન્ગ્રોવ્ઝ, રસ્તાઓની કાપણી, સમુદ્રની ભરણી જેવી સમસ્યા હોવાથી હંમેશાં પર્યાવરણીય કાતરમાં પ્રકલ્પ સપડાઈ રહ્યો હતો. જોકે હવે બધા માર્ગ સાફ થઈ ગયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Centeral Final Approval For The Rs 12 Thousand Crore Sea Route Project in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended