Home »Maharashtra »Latest News »Mumbai» Case In International Court For Prevented Hanging From Jadhav In Pakistan

મુંબઈ: જાધવના મિત્રોની સવારે પૂજા, સાંજે ખુશી મનાવી

Bhaskar News, Mumbai | May 19, 2017, 05:03 AM IST

  • મુંબઈ: જાધવના મિત્રોની સવારે પૂજા, સાંજે ખુશી મનાવી,  mumbai news in gujarati
મુંબઈ:અંતિમ ચુકાદો આવે નહીં ત્યાં સુધી કુલભૂષણ જાધવને ફાંસી આપી શકાશે નહીં એવો ચુકાદો આપીને આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને આંચકો આપતાં મુંબઈ સહિત દેશભરમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે જાધવના મુંબઈના ઘરની બહાર ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી.

- પાક.માં કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ

કુલભૂષણ જાધવની તરફેણમાં આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો આવે એ માટે મુંબઈમાં રહેતા બાળપણના મિત્ર તુલસીદાસ પવાર અને અન્ય મિત્રોએ પૂજા કરી હતી. પૂજાના કેટલાક કલાકોમાં જ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી રોકતો ચુકાદો આપ્યો હતો. નેશનલ ડિફેેન્સ એકેડમીની એન્ટ્રન્સ પરીક્ષા આપી ત્યારે હું સાથે હતો. એના પછી તેણે નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ)જોઈન કર્યું. એનડીએમાં પાસ થયા બાદ પરેડ વખતે પણ હું હાજર હતો એમ પવારે જણાવ્યું હતું. જાધવને છોડી મૂકવા પાકિસ્તાન પર દબાણ નિર્માણ કરવા કુલભૂષણના મિત્રોએ સહીઝુંબેશ પણ ચલાવી હતી.

પૃથ્વીનંદન સોસાયટીમાં રહેતા જાધવના મિત્રોએ કુલભૂષણ જ્યાં મોટો થયો હતો એ લોઅર પરેલના એન.એમ.જોશી માર્ગ પોલીસ સ્ટેશન નજીકની એક ઈમારતમાં ગણપતિની પૂજા કરી હતી. જાધવ કુટુંબ 1998માં લોઅર પરેલથી શિફ્ટ થયું હતું. જાધવ સામે પાકિસ્તાની જાસૂસી કરવાનો આરોપ મૂક્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કોર્ટે આ આરોપ ફગાવી દીધો છે. 1977ના વિયેના કરાર અનુસાર જાધવને રાજનૈતિક મદદ મળવી જોઈતી એવી નોંધ કરીને કોર્ટે પાકને આંચકો આપ્યો છે.

જાધવ રોના જાસૂસ હોવાનો આરોપ કરીને બલુચિસ્તાન પ્રાંતમાં ગયા વર્ષે 3 માર્ચ, 2016ના તેમની ધરપકડ કરાઈ હતી. જાધવ પરિવાર મૂળ સાંગલીનો છે અને હાલમાં મુંબઈમાં રહે છે. તેના પિતા મુંબઈ પોલીસ દળના માજી કર્મચારી છે. જાધવે નૌકાદળમાંથી નિવૃત્તિ સ્વીકારીને વ્યવસાય શરૂ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Case In International Court For Prevented Hanging From Jadhav In Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended