Home »Maharashtra »Latest News »Mumbai» Bombay High Court Refuses To Lift Ban On Tree Cutting For Metro Rail

આજ હાલત રહેશે તો બીજા ગ્રહ પર આશરો લેવો પડશે : મુંબઈ હાઈકોર્ટ

Bhaskar News, Mumbai | Feb 26, 2017, 01:57 AM IST

  • આજ હાલત રહેશે તો બીજા ગ્રહ પર આશરો લેવો પડશે : મુંબઈ હાઈકોર્ટ,  mumbai news in gujarati
મુંબઈ:મેટ્રો પરીયોજના માટે વૃક્ષો કાપવામાં આવતા બોમ્બે હાઈકોર્ટે આકરું વલણ અપનાવતાં તીખી ટીપ્પણી કરી છે. આ સાથે હાઈકોર્ટે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ જાળવી રાખ્યો. કહ્યું કે ભાવી પેઢી માટે પર્યાવરણ બચાવવું જરૂરી છે. વૃક્ષોથી જ આપણું અસ્તિત્વ છે. જો પર્યાવરણને નુકસાન થતું રહેશે તો આપણે રહેવા માટે બીજા ગ્રહ પર આશરો લેવો પડશે. મહાનગરમાં મેટ્રો રેલવેના નિર્માણ દરમિયાન પાંચ હજાર વૃક્ષો કાપવા પડશે તેવી આશંકાથી દાખલ થયેલી અરજીની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી.
 
ચીફ જસ્ટિસ મંજુલા ચિલ્લૂર અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની બેંચે કહ્યું કે કોઈપણ મુશ્કેલી વિના વિકાસ થઈ શકતો નથી, પરંતુ આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ દરમિયાન પર્યાવરણનો સંહાર ન થાય. સંતુલિત વિકાસ તરફ આપણે આગળ વધવું પડશે. નહીં તો ભવિષ્યમાં તેની પ્રતિકૂળ અસર થશે. તેમણે કહ્યું કે બીજી દુનિયાની પણ શોધ થઈ રહી છે, પરંતુ ત્યાં પણ અજીબોગરીબ ચહેરાવાળા લોકો છે. તેથી આપણે પોતાના અસ્તિત્વ માટે પર્યાવરણ બચાવવું જરૂરી છે. દરમિયાન મહાપાલિકા તરફથી દલીલ કરી રહેલા વરિષ્ઠ વકીલ અનિલ સાખરે આ મુદ્દે સોગંદનામુ પણ દાખલ કર્યું. બેન્ચે હાલ આ અરજી પર સુનાવણી બે સપ્તાહ માટે સ્થગિત કરી દીધી છે.
 
20 વર્ષ બાદ લીલોતરી નહીં દેખાય : ચીફ જસ્ટિસ

મુખ્ય ન્યાયાધીશ ચિલ્લૂરે કહ્યું કે મને એવું લાગે છે કે જો હું 20 વર્ષ બાદ જ્યારે મુંબઈ આવીશ તો અહીં જરા પણ લિલોતરી નહીં દેખાય. સુનાવણી દરમિયાન કોર્ટને જણાવાયું કે એમએમઆરડીએ અને મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશને વૃક્ષો કાપવાની મંજૂરી સાથે સંકળાયેલ દસ્તાવેજો દર્શાવ્યા નથી. આ મુદ્દે બેન્ચે કહ્યું કે પ્રાધિકરણ અને મુંબઈ મહાનગર પાલિકા દ્વારા દસ્તાવેજ ગુપ્ત રાખવા શંકા પેદા કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bombay High Court refuses to lift ban on tree cutting for metro rail
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended