Home »Maharashtra »Latest News »Mumbai» Bhayander Teen Raped By 8 Men Including Boyfriend

મુંબઈ: 17 વર્ષીય સગીરા સાથે 8 હેવાનો દ્વારા સામૂહિક દુષ્કર્મ, પાંચની ધરપકડ

Bhaskar News, Mumbai | Apr 16, 2017, 03:05 AM IST

  • મુંબઈ: 17 વર્ષીય સગીરા સાથે 8 હેવાનો દ્વારા સામૂહિક દુષ્કર્મ, પાંચની ધરપકડ,  mumbai news in gujarati
મુંબઈ:ભાયંદરમાં એક સગીરા પર આઠ જણે સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની ખળભળાટજનક માહિતી બહાર આવી છે. છેલ્લા આઠ મહિનાથી આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. આરોપીમાંથી એક સગીર કિશોર છે. નવઘર પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીની શોધ ચાલુ છે. એક 17 વર્ષની સગીરા પર તેના જ વિસ્તારના આઠ જણ અમાનુષ રીતે છાશવારે દુષ્કર્મ કરતા હતા. સગીરા અઢી મહિનાની ગર્ભવતી થયા પછી આ વાત સામે આવી હતી. આ પછી સગીરાનાં માતા- પિતાએ ગુરુવારે રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
 
આ સંબંધે પોલીસે સગીરાના જ વિસ્તારમાં રહેતા અમર સિંગ, સુનીલ યાદવ, રાજુ પાટીલ, સુનીલ બોથ, રાહુલ યાદવ, પવન વિશ્વકર્મા અને એક અજ્ઞાત શખસ અને એક કિશોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આમાંથી પાંચ જણની ધરપકડ કરી છે, જેમાં કિશોરનો પણ સમાવેશ થાય છે.
 
સગીરાની ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી. આનો ફાયદો ઉઠાવીને આ જ વિસ્તારમાં રહેતા ટપોરીઓએ લીધો હતો. છેલ્લા આઠ મહિનાથી આરોપીઓ આ સગીરા સાથે અમાનુષી રીતે અત્યાચાર કરતા હતા. આ સંબંધે જો કોઈને કહેશે તો જાનથી ખતમ કરીશું એવી ધમકી આપી હતી. આથી સગીરા ચૂપચાપ અત્યાચાર સહન કરતી હતી. જોકે તેને ગર્ભ રહ્યો છે એવી જાણ થતાં તેણે માતા- પિતાને આ વાતની જાણ કરી હતી, જે પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
 
પોલીસે આજે ધરપકડ કરેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં હાજર કરતાં રિમાંડ પર રાખવાનો આદેશ આપ્યો હતો, જ્યારે એક આરોપી કિશોર વયનો હોવાથી તેને ભિવંડીના  બાળ સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. સગીરા પર હાલમાં તબીબી ઉપચાર ચાલી રહ્યો છે. પોલીસે રક્ષણ આપ્યું છે અને ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો રવાના થઈ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhayander teen raped by 8 men including boyfriend
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended