Home »Maharashtra »Latest News »Mumbai» Ban The Sale Of Alcohol On The Highway The Loss Of 7000 Crore For Maharashtra

હાઈવે પર દારૂના વેચાણ પ્રતિબંધ, મહારાષ્ટ્રને 7,000 કરોડનું નુકસાન

Bhaskar News, Mumbai | Apr 02, 2017, 04:40 AM IST

  • હાઈવે પર દારૂના વેચાણ પ્રતિબંધ, મહારાષ્ટ્રને 7,000 કરોડનું નુકસાન,  mumbai news in gujarati
મુંબઈ:હાઈવે પર દારૂના વેચાણ પર પ્રતિબંધનો આદેશ પબ્સ, બાર અને હોટેલ્સ પર પણ લાગુ પડશે તેવુું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતાં મહારાષ્ટ્રે વાર્ષિક રૂ. 7,000 કરોડની આવક ગુમાવવી પડશે તેમ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. એક્સાઈઝ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂના વેચાણ માટે કુલ 25,513 લાઈસન્સ આપવામાં આ‌વ્યા છે, જેમાંથી 15,699 લાઈસન્સ હા‌ઈવે પરની દુકાનો પર છે. આથી સુપ્રીમ કોર્ટના આદેશની આ બધી જ દુકાનો પર અસર પડશે.

હાઈવે પર દારૂના વેચાણ પર પ્રતિબંધનો સુપ્રીમ કોર્ટનો આદેશ

હાઈવે પર દારૂના વેચાણ પર પ્રતિબંધના સુપ્રીમ કોર્ટના આદેશથી રાજ્યે અંદાજે વાર્ષિક રૂ. 7,000 કરોડનું નુકસાન સહન કરવું પડશે તેમ બાવનકુળેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘દારૂના વેચાણના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી તેનો અમલ કરવો જ પડશે. જોકે, અમે રાજ્યની આવક વધારવા માટે કોઈ વિકલ્પ શોધી કાઢીશું.’ અસરગ્રસ્ત દારૂની દુકાનનો માલિક હાઈવેથી 500 મીટરની મર્યાદા બહાર નવેસરથી લાઈસન્સ માટે અરજી કરશે તો તેમને ટ્રાન્સફર ફી વીના નવું લાઈસન્સ આપવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસ પ્રવક્તા સચીન સાવંતે હાઈવે પર 13,000થી વધુ બાર અને પરમીટ રૂમ્સના લાઈસન્સ રીન્યુ કરી આપવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટના આદેશની તેમના પર અસર નહીં પડે તેમ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કેરળ સરકારને લીગલ ઓપીનિયન આપ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે આ લાઈસન્સ રીન્યુ કર્યા હતા. સાવંતે જણાવ્યું હતું કે, ‘આ લાઈસન્સ રીન્યુ કરીને સરકાર એ દર્શાવે છે કે તેને લોકોના જીવનના બદલે દારૂ વેચતી દુકાનોની વધુ પડી છે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ban the sale of alcohol on the highway the loss of 7000 crore for Maharashtra
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended