Home »Maharashtra »Latest News »Mumbai» Asddudin Ovesi Say About The Next Election

મુંબઈમાં મુસ્લિમ વોર્ડમાં રૂ. 7770 કરોડ ખર્ચ કરીશું : ઓવૈસી

Bhaskar News, Mumbai | Jan 03, 2017, 03:58 AM IST

  • મુંબઈમાં મુસ્લિમ વોર્ડમાં રૂ. 7770 કરોડ ખર્ચ કરીશું : ઓવૈસી,  mumbai news in gujarati
મુંબઈઃ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે સોમવારે જાતિ, ધર્મ, ભાષાના આધાર પર મતો માગવાનું ગેરકાયદે જાહેર કરતો ચૂકાદો આપ્યો છે તેવા જ સમયે એમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં પરોક્ષ રીતે ધર્મના આધાર પર મતો માગતા વિવાદ સર્જાયો છે.

મુંબઈમાં 21 ટકા મુસ્લિમ લોકો વસે છે અને મુંબઈ મહાપાલિકાનું બજેટ 37હજાર કરોડ રૂપિયા જેટલું છે, છતાં શહેરમાં સ્થિતિ સારી નથી. પરીણામે જો તમે એમઆઈએમને મત આપશો તો અમે મુસ્લિમ વોર્ડમાં
7 હજાર 770 કરોડનો ખર્ચ કરીશું, એવો દાવો એમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કર્યો હતો.

મુંબઈમાં નાગપાડામાં એમઆઈએમની મહાપાલિકાની ચૂંટણીમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે અસદુદ્દીન ઓવૈસી બોલી રહ્યા હતા. મુંબઈમાં મુસ્લિમ સમાજને તેમની લોકસંખ્યા જેટલું ભંડોળ આપવાનું આશ્વાસન ઓવૈસીએ તે સમયે આપ્યું હતું.

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે મુંબઈ મહાપાલિકાનું બજેટ 37 હજાર કરોડ રૂપિયા છે અને 21 ટકા મુસ્લીમ છે. જો આપણે મહાપાલિકાને નાણાં આપીએ છીએ તો મહાપાલિકાની જવાબદારી છે કે મુસ્લિમ પરિસરમાં પણ તે નાણાંનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ. આ આપણો બંધારણીય અધિકાર છે.

બીએમસીમાં એમઆઈએમના 20થી 25 નગરસેવક ચૂંટીને આપો. શિક્ષણ, હોસ્પિટલ, પાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 7770 કરોડ રૂપિયા મુંબઈ મહાપાલિકાના મુસ્લિમ વોર્ડમાં ખર્ચ કરાશે, એવું વચન એમઆઈએમ તમને વચન આપી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Asddudin ovesi say about the next election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended