Home »Maharashtra »Latest News »Mumbai» Air India Announces Special Fares With The Capital In Mumbai

મુંબઈ: એર ઈન્ડિયાએ રાજધાની સાથે સુમેળ સાધતાં વિશેષ ભાડાં જાહેર કર્યા

Bhaslar News, Mumbai | Jan 07, 2017, 03:30 AM IST

  • મુંબઈ: એર ઈન્ડિયાએ રાજધાની સાથે સુમેળ સાધતાં વિશેષ ભાડાં જાહેર કર્યા,  mumbai news in gujarati
મુંબઈ:રાષ્ટ્રીય વિમાન કંપની એર ઈન્ડિયાએ પ્રવાસીઓને આકર્ષવા માટે ફરી એક વાર વિશેષ ભાડાં જાહેર કર્યાં છે. રાજધાની એક્સપ્રેસના સેકંડ એસીની કિંમતમાં એર ટિકિટ બુકિંગ કરી શકાશે, એવો દાવો તેણે કર્યો છે. આ ખાસ ઓફર ઈકોનોમી ક્લાસમાં ચુનંદાં ડોમેસ્ટિક સેક્ટર્સ પર લાગુ થશે.

આ યોજનાનો તાત્કાલિક અમલ થયો છે. 26મી જાન્યુઆરીથી 30મી એપ્રિલ વચ્ચે પ્રવાસ કરવા માટે 6 જાન્યુઆરીથી 10 એપ્રિલ સુધી બુક કરાવનારને આ યોજના લાગુ થશે. ઉપરાંત આ વિશેષ ભાડાંના માર્ગ પર દર મંગળવાર અને બુધવારે ચુનંદી ફ્લાઈટ્સમાં લકી ડ્રો પણ રખાયા છે.

દેશભરમાં આશરે 20,000 પ્રવાસીઓ રોજ રાજધાની એક્સપ્રેસમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસીઓ હવે તેટલા જ ખર્ચમાં વિમાનમાં પ્રવાસ કરીને સમય બચાવી શકશે. ગયા વર્ષે જૂનમાં સુપર ફેર્સ યોજના જાહેર કરવામાં આવી હતી, જેમાં રાજધાની એક્સપ્રેસમાં બુકિંગ કન્ફર્મ નહીં થાય તેવા પ્રવાસીઓ ફ્લાઈટના પ્રસ્થાનના ચાર કલાક પૂર્વે રાજધાની એક્સપ્રેસ (1એ)ની સમકક્ષ ભાડાંમાં ટિકિટ બુક કરાવી શકે એવી સુવિધા રાખવામાં આવી હતી. તેને સારો પ્રતિસાદ મળતાં હવે આ નવી યોજના લાવવામાં આવી છે, એમ તેના પ્રવક્તાએ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Air India Announces Special Fares With the Capital in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended