Home »Maharashtra »Latest News »Mumbai» Aggressive Role For Farmers Debt Waiver At Mumbai

કરજ માફી મુદ્દે અમે પણ આક્રમક હતા, અમને પણ સસ્પેન્ડ કરો: વિપક્ષ

Bhaskar News, Mumbai | Mar 24, 2017, 04:14 AM IST

  • કરજ માફી મુદ્દે અમે પણ આક્રમક હતા, અમને પણ સસ્પેન્ડ કરો: વિપક્ષ,  mumbai news in gujarati
મુંબઈ:ખેડૂતોની કરજમાફી માટે આક્રમક ભૂમિકા લેવા માટે 19 વિધાનસભ્યો પર સસપેન્શનની કાર્યવાહી થતી હોય તો અમે પણ આ માગણી માટે આક્રમક થઈએ છીએ. અમને પણ સસપેન્ડ કરો એવી માગણી વિધાનસભાના વિરોધી પક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ, અજિત પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના જૂથનેતા જયંત પાટીલે વિધાનસભાના અધ્યક્ષ હરિભાઉ બાગડેને પત્ર લખીને કરી હતી. 

વિખે-પાટીલ સહિત વિપક્ષ નેતાઓનો વિધાનસભા અધ્યક્ષને પત્ર

છેલ્લા બે અઠવાડિયાથી વિરોધ પક્ષ સતત ખેડૂતોની કરજમાફીની માગણી કરી રહ્યો છે. દરમિયાન રાજ્યના 2017-18નું બજેટ રજૂ થઈ રહ્યું હોઈ વિરોધી પક્ષની આક્રમક ભૂમિકાનું નિમિત સાધીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના કુલ 19 સભ્યોને 31 ડિસેમ્બર 2017 સુધી સસપેન્ડ કરવામાં આવ્યા. તેથી સસપેન્શનની આ અન્યાયકારી કાર્યવાહી માટે અમારા મનમાં પ્રચંડ અસંતોષ નિર્માણ થયો છે. આ કાર્યવાહી અન્યાયકારી હોવાના સંદર્ભે અમારી ભૂમિકા તમારી પાસે પહેલાં જ રજૂ કરી છે. પણ 19 સભ્યો પરની સસપેન્શનની કાર્યવાહી રદ કરવા બાબતે સરકાર દ્વારા કે તમારા દ્વારા કોઈ પ્રયત્ન થતા દેખાતા નથી. સહકારીઓ પર સસપેન્શનની આ કાર્યવાહી અન્યાયકારી હોવાથી સભાગૃહના કામકાજમાં સહભાગી હોવું નૈતિક દષ્ટિએ યોગ્ય લાગતું ન હોવાની ભૂમિકા અમે આ પહેલાં તમારી સમક્ષ રજૂ કરી છે.

વિધાનસભાના 19 સભ્યોનું સસપેન્શન ખેડૂતોની કરજમાફી માટેની આક્રમક ભૂમિકા રજૂ થવાથી થયું છે. એ જ ભૂમિકા એટલી જ આક્રમકતાથી અમે પણ રજૂ કરી છે. તેથી જે રીતે 19 સભ્યોને સસપેન્ડ કરાયા એ જ પદ્ધતિથી આપ અમને પણ એટલા જ સમયગાળા માટે સસપેન્ડ કરો એમ આ ત્રણેય નેતાઓએ પત્રમાં કહ્યું હતું. દરમિયાન ગુરુવારે બપોરના વિખે-પાટીલના નિવાસસ્થાને વિપક્ષના અગ્રણી નેતાઓ અને વિધાનસભ્યોની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં બંને વિરોધી પક્ષ નેતાઓ રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને ધનંજય મુંડે સહિત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સંસદસભ્ય અશોક ચવ્હાણ સહિત વિરોધી પક્ષના મોટા ભાગના વિધાનસભ્યો ઉપસ્થિત હતા. ખેડૂતોની કરજમાફીની માગણી માટે ગ્રામીણ વિસ્તારોનું વાતાવરણ ગરમાયુ હોઈ વિરોધી પક્ષોએ આ માગણી વધુ તીવ્રતાથી રજૂ કરવી એવી સૂચના અનેક વિધાનસભ્યોએ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aggressive Role For Farmers Debt Waiver at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended