Home »Maharashtra »Latest News »Mumbai» Action Against Chavan In The Adarsh Scam In Mumbai

મુંબઈ: આદર્શ કૌભાંડમાં ચવ્હાણ સામે કાર્યવાહી યોગ્ય

Bhaskar News, Mumbai | Apr 21, 2017, 04:12 AM IST

  • મુંબઈ: આદર્શ કૌભાંડમાં ચવ્હાણ સામે કાર્યવાહી યોગ્ય,  mumbai news in gujarati
મુંબઈ:કરોડો રૂપિયાના આદર્શ સોસાયટી કૌભાંડમાં માજી મુખ્યમંત્રી અને હાલ કોંગ્રેસના સાંસદ અશોક ચવ્હાણ સામે કાર્યવાહી કરવા માટે રાજ્યપાલે આપેલી મંજૂરીની રાજ્ય સરકારે આજે હાઈકોર્ટમાં તરફેણ કરીને આ પગલું રાજકીય પ્રેરિત નથી અને અનધિકૃત પણ નથી એમ સ્પષ્ટ કર્યું છે. રાજ્યપાલે નોંધ કરી છે કે પ્રથમદર્શી અરજદારે (ચવ્હાણ) આદર્શ સોસાયટીમાં મેમ્બરશિપના રૂપમાં નિકટવર્તી સંબંધીઓને લાભ કરાવ્યો હતો અને તે સંબંધી ફાઈલો હાથ ધરી હતી એ સ્થાપિત થાય છે, એવું સરકારે એફિડેવિટમાં નોંધ્યું છે.

- હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું: આ પગલું રાજકીય પ્રેરિત નથી અને અનધિકૃત પણ નથી

સરકારે બે સભ્યના ન્યાયાલયીન પંચ સ્થાપ્યું તેણે પણ ચવાણનો ગુનાહિત હેતુ હોવાનું પ્રથમદર્શી રીતે નોંધ્યું હતું. આદર્શ કેસમાં સીબીઆઈ ચવ્હાણ સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે એવી મંજૂરી રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે આપી હતી. ચવ્હાણે આ સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. રાજ્યપાલનો આદેશ એકતરફી, અનધિકૃત અને અન્યાયી હોવાનો અને વિચાર કર્યા વિના લાગુ કરાયો અને બદઈરાદાથી લાગુ કરાયો હોવાનો આરોપ ચવ્હાણે અરજીમાં કર્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યપાલે ચવ્હાણ સામે ફોજદારી કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અંગેની કલમો હેઠળ કાર્યવાહી કરવા માટે સીબીઆઈને મંજૂરી આપી હતી.

ચવ્હાણની રાજ્યપાલના આદેશને પડકારતી અરજી સામે સરકારે આજે એફિડેવિટ નોંધાવી હતી, જેમાં મંજૂરી રાજકીય પ્રેરિત નથી અને યોગ્ય વિચાર કરીને જ અપાઈ હતી એવું જણાવાયું છે. આ એફિડેવિટ સરકારના સામાન્ય વહીવટી તંત્ર વિભાગના સંયુક્ત સચિવ સોમનાથ બાગુલે નોંધાવી હતી. રાજ્યપાલે મંત્રીઓની પરિષદની સલાહ લીધી હતી અને મંજૂરી આપવા માટે અનુકૂળ સામગ્રીઓ છે એવું જણાયા પછી જ મંજૂરી આપી હતી. સીબીઆઈએ રાજ્યપાલ પાસે બીજી વાર પણ મંજૂરી માટે સંપર્ક કર્યો હતો, કારણ કે ચવ્હાણ વિરુદ્ધ તેમને વધારાની અને નવી સામગ્રી મળી હતી. સીબીઆઈએ બે સભ્યના ન્યાયાલયીન પંચે સુપરત કરેલા અહેવાલ પર આધાર રાખ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Action Against Chavan In The Adarsh Scam in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended