Home »Maharashtra »Latest News »Mumbai» 6 Worker Dead In Short Circuit To Bakery Fire In Pune

પુણેની બેકરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા 6 કામગારનાં મોત

Bhaskar News, | Dec 31, 2016, 05:12 AM IST

  • પુણેની બેકરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા 6 કામગારનાં મોત,  mumbai news in gujarati
મુંબઈ: પુણેના કોંઢવા બુદ્રુક વિસ્તારમાં બેકરીમાં લાગેલી ભીષણ આગમાં છ કામગારનાં ગૂંગળાઈને મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટના આજે પરોઢિયે બની હતી. દરમિયાન શોર્ટ સરકિટને લીધે આ આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. કોંઢવા બુદ્રુક ખાતે તાલાબ કંપની નજીક બેક્સ એન્ડ કેક્સ બેકરી હોઈ આ બેકરી આગમાં સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે. આગ લાગી ત્યારે કામગાર પેટામાળિયા પર સૂતેલા હતા. તેનો બેકરી માલિક બહારથી તાળું મારી ગયો હતો. આને કારણે કામગારો બહાર આવી શક્યા નહોતા. આગથી થયેલા ધુમાડામાં તેઓ ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે.

આ આગ શોર્ટસરકિટથી લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. જોકે તેનું ચોક્કસ કારણ અને આગમાં ચોક્કસ કેટલું નુકસાન થયું છે તેની તપાસ ચાલી રહી છે. દરમિયાન બેકરી પાસે ફાયર બ્રિગેડનું લાઈસન્સ નહીં હોવાનું જણાયું છે. બધા કામગાર ઉત્તર પ્રદેશના હતા, જેઓ મજૂરી કરીને જીવતા હતા. કોંઢવા પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને પંચનામું કર્યું હતું. માલિક સામે કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવો તે અંગે વિચારણા ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આ વિસ્તારમાં જ બિબવેવાડી ખાતે આઈ માતા મંદિર નજીક કાર્પેટના ગોદામને આગ લાગી હતી, જેમાં ગોદામ આખું ખાખ થઈ ગયું હતું. સવારે 10.30 વાગ્યે આ આગ ફાટી નીકળી હતી. ચાર બંબા અને 2 પાણીને ટેન્કરે ભારે જહેમતને અંતે આ આગને કાબૂમાં લીધી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 6 Worker Dead in Short Circuit to Bakery Fire in Pune
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext