Home »Maharashtra »Latest News »Mumbai» 500-1000 Currency Deposits By IT Caught 3 Jeweler In Mumbai

500-1000ની નોટો જમા કરનાર મુંબઈના 3 ઝવેરી ITની ઝપટમાં

Bhaskar News, Mumbai | Dec 31, 2016, 05:16 AM IST

  • 500-1000ની નોટો જમા કરનાર મુંબઈના 3 ઝવેરી ITની ઝપટમાં,  mumbai news in gujarati
મુંબઈ:500 અને 1000ની જૂની નોટો કર્મચારીઓનાં ખાતામાં જમા કરાવીને કરોડો રૂપિયાની ગોલમાલ પ્રકરણે ઈન્કમ ટેક્સ વિભાગે આજે ઝવેરી બજારમાં ત્રણ ઝવેરીઓ પર વ્યાપક દરોડા પાડ્યા હતા. આ ત્રણ મોટા ઝવેરીઓએ 100 કરોડથી વધુ નાણાં વ્હાઈટ કર્યા હોવાની શંકા છે. આ દુકાનના માલિકોએ 500 અને 1000ની જૂની નોટો કર્મચારીઓનાં ખાતાંમાં જમા કરાવીને તેમની પાસેથી ચેક લીધા હતા. જોકે અમે સોનું વેચ્યું હોવાનો ઝવેરીઓનો દાવો છે, પરંતુ વેચેલા સોનાનો કોઈ હિસાબ તેઓ આપી શક્યા નહોતા.

શુક્રવારે સવારથી અચાનક જ આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ત્રણ ઝવેરીઓએ 100 કરોડની ગોલમાલ કરી હોવાની માહિતી છે, પરંતુ આ આંકડો 500 કરોડ સુધી જઈ શકે છે, એમ વિભાગનું માનવું છે. દરમિયાન નોટબંધી પછી ઝવેરી બજારમાં નોટબંધી પછી આ બીજી મોટી કાર્યવાહી છે. હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમુક ઝવેરીઓએ પૈસા વ્હાઈટ કરવા માટે ગોલમાલ કરી હોવાની માહિતી પરથી દરોડા પાડ્યા હતા. તે સમયે રૂ. 1.5 કરોડ ધરાવતાં બે ડમી બેન્ક ખાતાંને ટાંચ મારવામાં આવી હતી.

આ ખાતાં બોગસ કંપનીઓને નામે ખોલાવવામાં આવ્યાં હતાં, જે કંપનીઓએ સોનું અને ચાંદી ખરીદી કર્યું હોવાનું બતાવવામાં આવતું હતું. આ ડમી ખાતાઓમાં એકંદરે 70 કરોડ ટ્રાન્સફર કરાયાં હોવાનું વધુ તપાસમાં બહાર આવ્યું હતું. આ પછી હવે ઈન્કમ ટેક્સ વિભાગે અન્ય ઝવેરીઓને ઝપટમાં લેતાં બજારમાં ગભરાટનો માહોલ છે. નવા વર્ષ પૂર્વે જ આવી પડેલી આ કાર્યવાહીને લીધે વેપારીઓ ભયભીત છે. નોટબંધીને લીધે પહેલે જ ધંધો મંદ છે ત્યાં આ કાર્યવાહીને લીધે વેપારીઓ વધુ અસ્વસ્થ બની ગયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 500-1000 Currency Deposits by IT Caught 3 Jeweler in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended