Home »Maharashtra »Latest News »Mumbai» 48 Year Old Man Dead As 10 Shooters Shoot 17 Fire At Mumbai

થાણેમાં મકાન ઠેકેદારને 10 શૂટરોએ 17 ગોળીઓ મારી ઠાર કર્યો, મોત નીપજ્યું

Bhaskar News, | May 10, 2017, 05:33 AM IST

  • થાણેમાં મકાન ઠેકેદારને 10 શૂટરોએ 17 ગોળીઓ મારી ઠાર કર્યો, મોત નીપજ્યું,  mumbai news in gujarati
મુંબઈ:થાણેના ઠાકુર્લીમાં 48 વર્ષીય મકાનના ઠેકેદાર કિશોર ચૌધરીને આજે સવારે 10 શૂટરોએ 17 ગોળીઓ છોડીને ઠાર માર્યો હતો, જ્યારે તેનો ભાગીદાર ઘાયલ થયો છે. વેપાર દુશ્મનાવટને લઈને આ હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો અંદાજ છે. ઠાકુર્લીમાં શિવ અમૃત બિલ્ડિંગ ખાતે ચૌધરીએ મકાનના નવીનીકરણનો ઠેકો હાથમાં લીધો છે. બુધવારે સવારે તે સાઈટ પર આવ્યો હતો. આ સમયે 10 હથિયારધારીઓ સાઈટ પર ધસી આવ્યા હતા. કિશોર ચૌધરી કશું વિચારે તે પૂર્વે જ તેમણે ધડાધડ ગોળીઓ છોડવાનું શરૂ કર્યું હતું, જેમાં ચૌધરીના માથામાં આઠ અને છાતીમાં 9 ગોળી ધરબાઈ જતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
 
આ સમયે ત્યાં હાજર ચૌધરીના મિત્ર અને ભાગીદાર 45 વર્ષીય નીતિન જોશીને પણ એક ગોળી વાગી હતી, જેને પછી નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેની પર સારવાર ચાલી રહી છે અને તે જોખમથી બહાર છે એમ પોલીસે જણાવ્યું હતું. થોડા દિવસ પૂર્વે કિશોર ચૌધરી અને અન્ય એક ઠેકેદાર વચ્ચે આ  વિસ્તારના એક ઘરના નવીનીકરણના ઠેકાને લઈ વિવાદ થયો હતો. આ પછી તેને ધમકી  પણ આપવામાં આવી હતી, જે અંગે ચૌધરીએ ડોંબિવલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિવાદ પરથી તેને ઠાર મારવામાં આવ્યો હોવાની પોલીશને આશંકા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
 
સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે શૂટરોને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને રવાના કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ હત્યાકાંડમાં કોઈ ગુંડા ટોળકીનો હાથ છે કે કેમ તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. અનેક શકમંદોને કબજામાં લેવાયા છે. રવિવારે નાલાસોપારાની હોટેલમાં કેશિયર તરીકે કામ કરતા દીપક યાદવ (28) પર બે અજ્ઞાત શૂટરોએ ગોળીબાર કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ પછી ત્યાં એક ચિઠ્ઠી છોડીને ગયા હતા, જેમાં પર ગેન્ગસ્ટર સુરેશ પૂજારીનું નામ અને સંપર્ક નંબર હતા, જેની પર સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પૂર્વવૈમનસ્યને લઈને આ ગોળીબાર થયો હોવાની પોલીસને શંકા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 48 year old man dead as 10 shooters shoot 17 fire at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended