Home »Maharashtra »Latest News »Mumbai» 11 Convicts Of Life Imprisonment Tn Bilkis Bano Case At Mumbai

મુંબઇ: બિલ્કિસ બાનો કેસના11 દોષિતોને અાજીવન કેદ

Bhaskar News, Mumbai | May 05, 2017, 03:44 AM IST

  • મુંબઇ: બિલ્કિસ બાનો કેસના11 દોષિતોને અાજીવન કેદ,  mumbai news in gujarati
મુંબઇ:બોમ્બે હાઇકોર્ટે બિલ્કિસબાનો સાથે ગેેંગરેપના 11 દોષિતોની અપીલ ગુરુવારે ફગાવી દીધી છે અને  ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિતોને ફટકારવામાં આવેલી આજીવન કારાવાસની સજાને બહાલી આપી છે. આ સાથે જ પુરાવા સાથે ચેડાં કરવાના આરોપી પાંચ પોલીસ કર્મચારીઓ અને બે ડોક્ટરોને દોષમુક્ત જાહેર કરવા સાથે સંબંધિત ટ્રાયલ કોર્ટનો ચુકાદો પણ ફેરવી નાખ્યો છે.

બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો

દોષિતોએ અત્યાર સુધી જેલમાં પસાર કરેલા સમયને જ તેમની સજા ગણવામાં આવી છે પરંતુ તેમનામાંથી દરેકને 20-20 હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને દોષતોએ દંડની રકમ આઠ સપ્તાહમાં ભરવી પડશે. 3 દોષિતોને મૃત્યુદંડની સજા આપવા સાથે સંબંધિત સીબીઆઇની માગણી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટના ચુકાદા સાથે જ આ કેસમાં દોષિતોની સંખ્યા હવે 18 થઇ ગઇ છે. નોંધનીય છે કે, ખાસ કોર્ટે 2008ની 21મી જાન્યુઆરીએ 11 લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી અને પુરાવાઓ સાથે ચેડાં કરવાના સાત આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા. દોષિતોની અપીલ પર સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે ગયા વર્ષે ચુકાદો અનામત રાખ્યો હતો.

આરોપીઓને ફાંસી માટે સુપ્રીમમાં જઈશ: બિલ્કીસ

ચુકાદો આવકાર્ય પણ કેદીઓને ફાંસી મળે એવી મારી માગણી છે. પોલીસ અધિકારીઓ અને ડોક્ટરોને કોર્ટે દોષિત ગણીને અમારી સાથે ન્યાય કર્યો છે.આરોપીઓને ફાંસી માટે હું સુપ્રીમમાં પણ અપીલ કરીશ. - બિલ્કીસબાનુ,ફરિયાદી

નિર્ભય થઇને ફરી જીવન શરૂ કરી શકીશ

એક માનવી, નાગરિક, મહિલા અને માતા તરીકે  મારા અધિકારોનો અત્યંત ક્રૂર રીતે ભંગ કરવામાં આવ્યો હતો પરંતુ દેશની લોકશાહી વ્યવસ્થામાં મારો વિશ્વાસ હતો. હવે હું અને મારો પરિવાર ફરી નિર્ભય થઇને જીવન શરૂ કરી શકીશું. મને ખુશી છે કે અપરાધીઓને સંરક્ષણ આપનારા અધિકારી પણ હવે નિષ્કલંક નથી. હાઇકોર્ટના ચુકાદાએ સત્ય પુરવાર કર્યું છે. - બિલ્કિસબાનો

ગુજરાતનાં રમખાણો દરમિયાન સગર્ભા બિલ્કિસ સાથે ગેંગરેપ થયો હતો

ગુજરાતનાં રમખાણો દરમિયાન 2002ની 3જી માર્ચે અમદાવાદથી 250 કિલોમીટર દૂર આવેલા રણધીકપુર ગામમાં બિલ્કિસના પરિવાર પર ટોળાએ હુમલો કર્યો હતો. તે વખતે 19 વર્ષની બિલ્કિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હિંસક ટોળાએ બિલ્કિસના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં 3 દિવસનું બાળક પણ સામેલ હતું. સુપ્રીમકોર્ટે 2004ના વર્ષમાં આ કેસની સુનાવણી મુંબઇમાં ટ્રાન્સફર કરી દીધી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Convicts Of Life Imprisonment Tn Bilkis Bano Case at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended