Home »Maharashtra »Latest News »Mumbai» 10 Crore Old Notes Seized In Mumbai, Munde's Daughter Claimed Cash Of Her Bank

મુંબઈમાં 10.10 કરોડ જપ્ત, પંકજા મુંડેની બેન્કે કહ્યું- નાણાં કાયદેસર

Bhaskar News, Mumbai | Dec 17, 2016, 09:15 AM IST

  • મુંબઈમાં 10.10 કરોડ જપ્ત, પંકજા મુંડેની બેન્કે કહ્યું- નાણાં કાયદેસર,  mumbai news in gujarati
મુંબઈ: ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પરના છેડાનગરમાં પોલીસે નિસાન કારમાંથી 10 કરોડ 10 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. કાર મુંબઈથી પુણે જઈ રહી હતી. બેંક મેનેજર અને અન્ય બે જણ રકમ કારમાં લઈ રહ્યા હતા.
 
રોકડ વૈદ્યનાથ કો-ઓપ બેંકની છે, જેની સાથે સંકળાયેલા ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની પુત્રીઓ સંસદસભ્ય પ્રીતમ મુંડે તથા રાજ્યના મહિલા અને બાળવિકાસ મંત્રી પંકજા મુંડેનું નામ પણ ઊછળ્યું હતું.
 
વૈદ્યનાથ કો-ઓપ બેંકની 10 કરોડ રૂપિયાની રકમ એક શાખામાંથી બીજી શાખામાં લઈ જવામાં આવી રહી હતી. મુંબઈની શાખામાંથી રકમ પુણેની શાખામાં લઈ જવામાં આવી રહી હતી. રકમનો પૂરો હિસાબ છે એમ પ્રીતમ મુંડેએ જણાવ્યું હતું.
 
પોલીસ જપ્ત કરેલી 10 કરોડ રૂપિયાની રકમમાં ચલણમાંથી રદ થયેલી 500 રૂપિયાની નોટોનો સમાવેશ છે. ઉપરાંત 10 લાખ રૂપિયા કિંમતની 2000 રૂપિયાની નવી નોટો છે. રોકડ પુણેના પિંપરી ખાતે લઈ જવામાં આવી રહી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 crore old notes seized in Mumbai, Munde's daughter claimed cash of her bank
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext