Home »Magazines »Kalash» Shoulder Pain

ખભાનો દુખાવો

Pachamo Ved, Dr Prerak Shah | Feb 10, 2011, 18:44 PM IST

‘વૈદ્યમિત્ર, આ મારો હાથ ખભામાંથી જકડાઇ જાય છે. મને એની કોઇ સારી દવા બતાવોને! ચાર-પાંચ મહિનાથી આ પ્રોબ્લેમ શરૂ થયો છે. એમાં પણ જ્યારથી ઠંડી શરૂ થઇ છે ત્યારથી ખભામાં દુખાવો પણ વધી ગયો છે. ડાબો હાથ છે એટલે થોડી તકલીફ ઓછી લાગે છે કારણ કે હું જમોડી છું, પણ હવે મને એવું લાગે છે કે જમણો ખભો પણ પકડાવાની શરૂઆત થઇ છે. ખભામાંથી હાથ ઊંચો થતો નથી. અમુક હદ સુધી ઊંચો કરી શકાય પછી તો અસહ્ય દુખાવો થાય છે. એવી રીતે હાથને પીઠ પાછળ પણ લઇ જઇ શકતી નથી. સવારે સ્નાન કર્યા પછી શરીર લૂછતાં પણ સરખું ફાવે નહીં કે કપડાં પહેરવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે.આમ સોજા જેવું ક્યાંય દેખાતું નથી પણ સતત દુખાવો રહે એમાં પણ જો હાથને આગળની સાઇડથી કે બાજુમાં રાખીને ઊંચો કરવો હોય તો મોંમાંથી ચીસ નીકળી જ જાય. બે-ત્રણ ડોક્ટરોને પણ બતાવી આવ્યા. મને ‘ફ્રોઝન શોલ્ડર’ છે એમ કહે છે. જરૂર લાગે ત્યારે દુખાવાને કંટ્રોલ કરવા માટે પેઇનકિલર લઇ લઉં છું. પણ મારા ડોક્ટરે તો મને બહુ દવાઓ લેવાની ના જ પાડી છે.ના છુટકે જ પેઇનકિલર લેવાની સલાહ આપી છે. એમની સલાહ મુજબ થોડા દિવસ ફિઝિયોથેરાપી સેન્ટરમાં પણ જઇ આવી. ત્યાં મને દરરોજ કસરત કરાવતા અને થોડા દિવસ ડાયાથર્મીનો શેક પણ લીધેલો. એનાથી મને ૨૦-૨૫ દિવસ ઘણું સારું લાગ્યું. પણ વળી પાછો ધીમે ધીમે હાથ-ખભો જકડાવા લાગ્યો અને દુખાવો પણ શરૂ થઇ ગયો. હવે તમે મને કહો તેમ કરવા તૈયાર છું.’‘ખભો જકડાઇ જવો એટલે કે ફ્રોઝન શોલ્ડરને આયુર્વેદમાં અવબાહુક રોગ કહે છે. આ વાયુના એંસી રોગોમાંનો એક રોગ છે. વાતદોષની દુષ્ટિના કારણે ખભાના સાંધામાં જકડાહટ અને દુખાવો થાય છે. મૂળ તો સાંધાનાં હાડકાં, સ્નાયુઓ અને માંસપેશીઓ તમામને લગતો રોગ છે. તમે ફિઝિયોથેરાપીની કસરતો, શેક વગેરે લીધા તે ખૂબ જ મદદરૂપ છે. આવી સ્થિતિમાં કસરતો જરૂરી હોય છે. તમારે તે ફરીથી શરૂ કરવી જોઇએ. તમે થોડી સહેલી કસરતો શીખી લઇને, દરરોજ ઘરે જાતે કરવી જોઇએ.દશમૂલકવાથ, ઓગરાજ ગુગળ, સિંહનાદગુગળ, રાસ્નાદિકવાથ જેવી કોમન દવાઓ તમને આપું છું. સાથે તમારે માફક આવે તો રોજ મેથીના લાડું કે સૂંઠ-ગોળની ગોળીઓ લેવી જોઇએ. તમને નગોડનાં પાન મળે તો દરરોજ તેનો ફ્રેશ જયૂસ કાઢીને ચાર-પાંચ ચમચી પીવો જોઇએ. તમારે બંને હાથ અને ખભા તથા ગરદન સુધી દરરોજ નવશેક, નિગુઁડી તેલ કે મહાનારાયણ તેલથી માલિશ કરવી જોઇએ. માલિશ કર્યા પછી ગરમ પાણીનો શેક કરશો તો વધારે ફાયદો થશે. પંદરેક દિવસમાં જ તમને બધું નોર્મલ થઇ જશે.જરૂર પડશે તો આયુર્વેદ હોસ્પિટલમાં જઇને તમને લોકલ મસાજ, નાડીસ્વેદ અને ‘નસ્યકર્મ’ નામની પંચકર્મ સારવારની ભલામણ કરીશ.’ ‘વ્હોટ? નસ્યકર્મ? ખભાના દુખાવામાં નાકમાં ટીપાં? પ્લીઝ મને કહો કે આમાં આયુર્વેદનો કયો સિદ્ધાંત કામ કરે છે?’ ડૉ.. પાવર તરત જ વચ્ચે બોલી ઉઠ્યા.‘ડૉ.. પાવર, આ એક કલાસિકલ રેફરન્સ છે. આયુર્વેદના ગ્રંથોમાં અવબાહુક રોગમાં નસ્ય વિશે સારવારનો ઉલ્લેખ છે. મેં અત્યાર સુધી ઘણા દર્દીઓને નસ્ય એટલે કે વિધિવત્ નાકમાં ટીપાં નાંખવાથી ફ્રોઝન શોલ્ડરમાં ફાયદો થતો જોયો છે. નાકમાં દવા મૂકવાથી તે દવા શરીરની નવ્ર્સ સિસ્ટમ પર અસર કરે છે. ખભાની જકડાહટમાં અને દુખાવામાં દાખલ કરીને નવ્ર્સ સિસ્ટમ દ્વારા ખભાના ભાગે સારવાર કરી શકાય.ડૉ.. પાવર, તમને જાણીને આનંદ થશે કે ‘નેઝલ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિસિન’ વિષયમાં આયુર્વેદ અત્યારના વિજ્ઞાન કરતાં જોજનો આગળ છે. નાકમાં દવા મૂકીને ગળાથી ઉપરના ભાગમાં, લિવરના રોગોમાં અને ગભૉશય-વંધ્યત્વ કે પુંસવનમાં પણ સારવાર કરી શકાય.prerakayu@hotmail.comપાંચમો વેદ, વૈદ્ય પ્રેરક શાહ(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shoulder pain
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended