Home »Magazines »Sunday Bhaskar» Pakistan Dairy By Zahida Heena In Sunday Bhaskar

એક રાજકારણીએ લખેલી વાર્તાઓ

Zahida Heena | Apr 15, 2017, 20:45 PM IST

  • એક રાજકારણીએ લખેલી વાર્તાઓ,  sunday bhaskar news in gujarati
એક રાજકારણીએ લખેલી વાર્તાઓ
વીસમી સદીમાં આપણે જો આપણા રાજકારણીઓ પર નજર નાખીએ તો એમનામાંના ઘણા નેતાઓ આપણને પુસ્તકો લખતાં જોવા મળશે. આ યાદીમાં સૌથી ઉપર દેખાશે પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, મહાત્મા ગાંધી અને બીજાં અનેક નામ જોવા મળશે. અમારે ત્યાં તો આવો અભિગમ જ જોવા મળતો નથી, એને કારણે જ થોડા દિવસો પહેલાં જ્યારે અમારા સેનેટના ચેરમેન મિયાં રઝા રબ્બાનીની વાર્તાઓનું પુસ્તક ‘ઇનવિઝિબલ પીપલ’ છપાયું તો મારા સહિત ઘણા લોકોને આશ્ચર્ય થયું.

કરાચીમાં આ પુસ્તકનું વિમોચન થયું ત્યારે તેની ચર્ચામાં મેં પણ હિસ્સો લીધો હતો. મારું કહેવું હતું કે તેમની વાર્તાઓ અને તેમનું રાજકારણ બન્ને વંચિત અને પછાત લોકો સાથે જોડાયેલાં છે. તેમની વાર્તા ‘ઇમ્પ્રાઇઝન્ડ લૉ’ વાંચતાં વાંચતાં મને મંટોની વાર્તા ‘નયા કાનૂન’ અને તેનો મંધૂ કોચવાન યાદી આવી ગયાં. મંટો આઝાદી પહેલાંનો કિસ્સો લખી રહ્યા હતા અને રઝા રબ્બાનીની વાર્તા ‘ઇમ્પ્રાઇઝન્ડ લૉ’ આઝાદી મળ્યાના ઘણા સમય પછીનો કિસ્સો છે. આઝાદી મળ્યા પછી પણ કાયદો તો શાસકોના હાથમાં જ છે.

વાર્તાની હિરોઈન એક ગરીબ અને લાચાર મહિલા ‘તૂ કાનૂન એ તૂ મેજિસ્ટ્રેટ એ’ એવી વાત બોલતી બોલતી ચાલી જાય છે, પરંતુ તેને ન તો કાયદો એટલે કે ન્યાય મળે છે, ન ન્યાય કરનાર મેજિસ્ટ્રેટ મળે છે.
રઝા રબ્બાનીની વાર્તાઓનાં તમામ પાત્રો ન્યાયની શોધમાં છે. લાહોરની હીરા મંડીથી નીકળીને દેહવેપાર કરનાર યુવતીઓ કોઈ અખબારના એક કૉલમના ન્યૂઝ બની જાય છે અને પછી એ અખબાર પસ્તીમાં ફેંકી  દેવાય છે.

‘ઇનવિઝિબલ પીપલ’ વાંચતાં વાંચતાં ‘જર્દ પત્તોં’નું સ્મરણ પણ થયું, જેમાં તેમણે પોતાના તમામ પછાત અને મજબૂર લોકોનાં દુ:ખોને યાદ કર્યા છે. મિયાં રઝા રબ્બાનીની આ વાર્તાઓ પણ આંગળી પકડીને આપણને એ જ જંગલમાં લઈ જાય છે, જે આપણો દેશ છે. તેમની વાર્તાઓમાં ન્યાય ઝંખતા લોકો અને નજરે ન પડતા લોકો જ આપણી સૌથી મોટી આશા છે. પોતાના અધિકારો માટેનો આ સૌનો સંઘર્ષ જ આપણને એક ઉજાસમય માર્ગ તરફ લઈ જઈ શકે એમ છે.
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistan Dairy by Zahida Heena In Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended