Home »Magazines »Kalash» Health Related Question Answer On Kadash Magazine

શિયાળામાં ટિશ્યૂ ફ્રીઝ થવાની સમસ્યા…

Pankaj Agrawal | Feb 15, 2017, 00:00 AM IST

  • શિયાળામાં ટિશ્યૂ ફ્રીઝ થવાની સમસ્યા…,  kalash news in gujarati
શિયાળામાં ટિશ્યૂ ફ્રીઝ થવાની સમસ્યા…
ફ્રોસ્ટબાઇટ એક એવી બીમારી છે જેનાથી ત્વચાને નુકસાન પહોંચી શકે છે
ક્યારેક ક્યારેક બહુ ઠંડી પડવાની સ્થિતિમાં કેટલાક લોકોને ફ્રોસ્ટબાઇટ નામની ઇન્જરી થઈ જાય છે. આવું ત્વચા અને કેટલાક આંતરિક ટિશ્યૂઝના ફ્રીઝ થઈ જવાને કારણે થાય છે. તેમાં પહેલાં તો ત્વચા ખૂબ જ ઠંડી અને લાલ પડવા લાગે છે.

-ફ્રોસ્ટબાઇટની સમસ્યા શું હોય છે?
જવાબ : ક્યારેક ક્યારેક બહુ ઠંડી પડવાની સ્થિતિમાં કેટલાક લોકોને ફ્રોસ્ટબાઇટ નામની ઇન્જરી થઈ જાય છે. આવું ત્વચા અને આંતરિક ટિશ્યૂઝના ફ્રીઝ થઈ જવાને કારણે થાય છે. તેમાં પહેલાં તો ત્વચા ખૂબ જ ઠંડી અને લાલ પડવા લાગે છે, પછી ધીરે ધીરે તે સુન્ન અને કડક થવા લાગે છે. ફ્રોસ્ટબાઇટની સમસ્યા હંમેશાં આંગળીઓ, પગના અંગૂઠા, નાક, કાન, ગાલ અને દાઢીના ભાગ પર થઈ શકે છે. શિયાળામાં અથવા ઠંડી હવા ચાલી રહી હોય તેવી મોસમમાં જો ત્વચાને ઢાંક ીને ન રાખવામાં આવે તો આ સમસ્યા સામાન્ય રીતે થઈ જ શકે છે.

ક્યારેક ક્યારેક કેટલાક લોકોમાં ગ્લવ્સ વગેરે પહેરવા છતાં આ સમસ્યાનાં લક્ષણો જોવા મળે છે. જો સમસ્યા વધી ગઈ હોય તો તરત ડોક્ટરને બતાવવું જોઈએ નહીંતર તેનાથી ત્વચા, ટિશ્યૂઝ, મસલ્સ અને હાડકાંઓને નુકસાન પહોંચી શકે છે. સમસ્યા બહુ વધી જાય તો ઇન્ફેક્શન થવાની સાથે સાથે નવ્ઝને પણ નુકસાન થઈ શકે છે.

-તેનાં કારણો શું છે તથા શેનાથી  આ સમસ્યા વધી શકે છે?
જવાબ : ત્વચા અને અંડરલાઇંગ ટિશ્યૂઝના ફ્રીઝ થઈ જવા પર ફ્રોસ્ટબાઇટની સમસ્યા પેદા થાય છે. બરફ, ફ્રીઝિંગ મેટલ્સ અથવા બહુ ઠંડા પેય પદાર્થોના ડાયરેક્ટ સંપર્કમાં આવવા પર પણ આ સમસ્યા થઈ શકે છે. ડિહાઇડ્રેશન, મધુમેહ, રક્ત પ્રવાહનું બદલાવું, ડર અનુભવવો અથવા મગજનું અસંતુલિત થવું, શિશુ અથવા વૃદ્ધ લોકો વધારે પરેશાન થાય છે. ઊંચા એલ્ટિટ્યૂડ પર હોવાને કારણે ઓક્સિજનના સપ્લાયમાં પણ ઘટાડો થાય છે.

-આ સમસ્યાથી બચવાના ઘરેલુ ઉપાયો
કયા કયા છે?
જવાબ : વ્યક્તિને કોઈ ગરમ જગ્યા પર લઈ જાઓ અને તેના શરીર પર જો કોઈ પ્રકારનું ભીનું કપડું હોય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ. જ્યાં સુધી બહુ જરૂરી ન હોય ત્યાં સુધી પગ પર ફ્રોસ્ટબાઇટ થવાની સ્થિતિમાં ચાલવાથી બચવું જોઈએ. ત્વચાને ગરમ કર્યાના તરત પછી ઠંડી જગ્યા પર ન જશો. ત્વચાના ગરમ થવા સુધીમાં સંક્રમિત ક્ષેત્રને હૂંફાળા પાણીથી ગરમ કરતા રહો. જો આસપાસ પાણી ન હોય તો શ્વાસ અથવા શરીરની ગરમીથી શરીરના એ ભાગને ગરમ કરવાનો પ્રયત્ન કરો. અગ્નિ, હીટિંગ પેડ્સ અથવા રેડિયેટરમાંથી ગરમ કરવાનો પ્રયત્ન જરાય ન કરવો. ફોલ્લાઓને ફોડશો નહીં કે તે જગ્યાએ સ્ક્રબ પણ ન કરશો.
 
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Health related question answer on kadash magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended